ખેડા જિલ્લાના ઠાસરામાં ધાર્મિક યાત્રા પર પથ્થરમારો
મદ્રેસામાંથી પથ્થરો ફેંકાયાનો આક્ષેપ
ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં શ્રાવણ માસના અંતિમ દિવસ નિમિત્તે ભગવાન શિવજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગામના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યાત્રા પૂર્ણ થવામાં જ હતી ત્યારે ઓચિંતા જ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો.
ઘટનામાં 2 પોલીસ જવાનો અને એક PSI એમ કુલ 3 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. જોકે, કોઇ શ્રદ્ધાળુને ઈજા પહોંચી છે કે કેમ તે અંગે હજુ સુધી જાણકારી મેળવી શકાઈ નથી. પથ્થરમારો થયો ત્યારબાદ યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ યાત્રા અધૂરી મૂકીને જ ભાગવાની ફરજ પડી હતી. હરિયાણાના નૂંહની ઘટનાની યાદ અપાવતા આ બનાવમાં લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પથ્થરમારો યાત્રા પર જે જગ્યાએથી કરવામાં આવ્યો તે જગ્યા પર મસ્જીદ આવેલી છે. યાત્રાના આયોજક મહંત વિજયદાસજીએ આ હુમલો પૂર્વનિયોજિત હોવાની આશંકા પણ વ્યક્ત કરી.
જો કે પોલીસે હાલ સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે તેમજ સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હજુ સુધી ઘટનામાં કોઇ આરોપી પકડાયા નથી. ઘટનાને પગલે પોલીસે આસપાસના ડિવિઝનમાંથી પણ પોલીસકર્મીઓને બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી.
U P STYLE requirements
Demolishing