આપણું ગુજરાત

સુરત બાદ Bharuch માં પણ પથ્થરમારાની ઘટના, ધાર્મિક ઝંડા લહેરાવતા બે જુથ આમને સામને આવ્યા

ભરૂચ : ગુજરાતના સુરતમાં ગણેશ મંડપમાં પથ્થરમારાની ઘટના બાદ હવે ભરૂચમાં(Bharuch)પણ ધાર્મિક ઝંડા લગાવવા મુદ્દે બે જુથ વચ્ચે તંગદિલી સર્જાઇ છે. જેમાં બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી.આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. રાજ્યમાં એક તરફ ગણેશ મહોત્સવ અને બીજી ધાર્મિક ઝંડા લહેરાવાના કારણે વિવાદ શરૂ થયો હતો. જો કે હાલ સ્થિતિ કાબુમાં છે.

ઘટનામાં હાલ કોઈ ધરપકડની નહિ

ભરૂચના ડીએસપી મયુર ચાવડાના જણાવ્યા મુજબ ગત રાત્રે 10.30 વાગ્યાના સુમારે બે કોમના લોકો સામસામે આવી ગયા હોવાની પોલીસને બાતમી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઝંડા લગાવવાને લઈને હોબાળો થયો હતો. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ તેની તપાસ ચાલી રહી છે. ભરૂચ પોલીસે બંને કોમના લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં હાલ કોઈ ધરપકડની માહિતી નથી.

ઉલ્લેખનીય છે કે, સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી ઘટના સામે આવી છે. અહીંના ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ સેંકડો લોકો સૈયદપુરા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરવા માટે એકઠા થયા હતા.

27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

આ તણાવને જોતા ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ કેસમાં 27 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે