આપણું ગુજરાત

રાજયકક્ષાનો પ્રજાસતાક દિન જૂનાગઢમાં ઉજવાશે: ૧૮૦૦થી વધુ જવાનો કરશે પરેડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણીમાં પોલીસ, ભારતીય તટ રક્ષક દળ, ચેતક અને મરીન કમાન્ડો, બીએસએફ સહિતના દળના ૧૮૦૦થી વધુ જવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. આ પરેડમાં ગુજરાત શ્ર્વાન દળ અને અશ્ર્વદળ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. ૨૬મી જાન્યુઆરીની તૈયારીઓના ભાગરૂપે પોલીસ તાલીમમાં મહાવિદ્યાલયના પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. પરેડની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.

પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીની પરેડમાં ભાગ લેવો તે ગૌરવરૂપ છે. આગામી તા. ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ભાગ લેનાર ૨૫ પ્લાટુનમાં ભારતીય તટ રક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્ય પ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી જૂથ-૮ ગોંડલ, એસઆરપી જૂથ ૨૧ બાલાનીવાવ-રાજુલા, ગુજરાત જેલ વિભાગ, પોરબંદર જિલ્લાં પોલીસ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, અમરેલી જિલ્લા પોલીસ, ભાવનગર જિલ્લાં પોલીસ, રાજકોટ શહેર મહિલા પોલીસ, જૂનાગઢ જિલ્લા પોલીસ-મહિલા, રાજકોટ ગ્રામ્ય જિલ્લાં પોલીસ- મહિલા, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, જૂનાગઢ હોમગાર્ડસ, જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ એનએસએસ અને એનસીસી પ્લાટુન, જૂનાગઢ જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ, ગુજરાત અશ્ર્વદળ, ગુજરાત શ્ર્વાનદળ અને એસઆરપી પ્રાસ બેન્ડ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેશે. ૨૬મી જાન્યુઆરીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દિલધડક કરતોબો સાથેનો અશ્ર્વ શો ખાસ આકર્ષણ જમાવશે. રાજ્યભરના શ્રેષ્ઠ ૨૫ પોલીસ ઘોડેસવાર થોરોમારવાડી, કાઠીયાવાડી, સિંધી જેવા જાતવાન ઘોડાઓ હાલ જૂનાગઢ પહોંચ્યા છે. રાજ્યનો સૌથી સિનિયર અને વરિષ્ઠ અશ્ર્વ શૂન્ય અશ્ર્વ પણ આ શોમાં જોવા મળશે. આ મુખ્ય સમિતિઓમાં મુખ્ય સંકલન સમિતિ, ધ્વજવંદન કાર્યક્રમ, મુખ્ય સ્ટેજ કમિટિ, એટહોમ કમિટિ, પરેડ સલામતી અને પાર્કિંગ તથા ટ્રફિક નિયમન, પાસ સમિતિ, કારોબારી સમિતિ, બેઠક વ્યવસ્થા સમિતિ, આમંત્રણ કાર્ડ અન્ય સહિતના ફોર્મ વિતરણ, મંડપ લાઇટ, માઇક ડેકોરેશન, હેલીપેડ ખાતે મહેમાનોને ઉતરવાની વ્યવસ્થા, ભોજન- અલ્પાહાર સમિતિ રચવામાં આવી છે. આ ઉપરાંત સ્વાગત સમિતિ, આરોગ્ય, સફાઇ, લાઇટીંગ, પ્રચાર પ્રસાર, પ્રેઝન્ટેશન, ખાતમુહૂર્ત વગેરે કામોનો સમાવેશ થાય છે. આ રાજયકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આવશે. જૂનાગઢના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણના કાર્યક્રમો પણ મહાપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. લોકસભાના ચૂંટણી વર્ષમાં જૂનાગઢને પણ સરકાર દ્વારા મહત્ત્વની ભેટની જાહેરાત કરવામાં આવે તેવી આશા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત