આપણું ગુજરાત

અમદાવાદમાં અત્યાધુનિક પાર્કિંગ

નિયત સમય બાદ કાર ઓટોમેટિક લોક થઇ જશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે ત્રાસ દાયક બનતી જઇ રહી છે. અમદાવાદ મનપા દ્વારા મલ્ટિ સ્ટોરેડ પાર્કિંગ પણ બનાવ્યા છે તે પણ અમુક વિસ્તારમાં ફુલ થઇ જાય છે જ્યારે અમદાવાદના મહત્ત્વના ગણાતા એવા એસ.જી હાઇવે અને સીજી રોડ પર પેડ પાર્કિંગની વ્યવસ્થા છે જેમાં અનેક વખત પાર્કિંગના કર્મચારીઓ સાથે વાહનચાલકોની માથાકૂટ થાય છે તેને ધ્યાનમાં લઇને મનપા દ્વારા હવે અમદાવાદ શહેરમાં સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના સિંઘુ ભવન રોડ પર મનપા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો અમદાવાદમાં નિયત કરવામાં આવેલ કાર પાર્કિંગના સ્થળ પર ખાસ સેન્સર સાથેનો પ્રોજેક્ટ ઇન્ટોલ કરવામાં આવશે અને કાર ચાલક જ્યારે ગાડી પાર્ક કરે છે. ત્યારે ફરજિયાત ગાડીને સેન્સર પર લઇ જઇને ગાડી પાર્ક કરવાની રહેશે અને પાંચ મિનિટ બાદ પાર્ક કરેલ ગાડીની નીચેનુ સેન્સર અપ થઇ જશે અને ગાડીનું એક વ્હિલ લોક થઇ જશે. ત્યારબાદ કાર ચાલકને ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢવા માટે પાર્કિગ સ્લોટ પર રહેલું સ્કેનર સ્કેન કરવાનું રહેશે અને જેટલો સમય ગાડી પાર્કિંગમાં રાખી હશે તેટલું પેમેન્ટ ઓનલાઇન કરવાનું રહેશે. આમ કોન્ટેક્ટ લેન્સ પેમેન્ટની વ્યવસ્થા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં કરવામાં આવી છે. હાલમાં અમદાવાદ શહેરના સિંઘુ ભવન પર આવેલા ગોઢિલા ગાર્ડનની બહાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં આશરે 50 જેટલી જગ્યાઓ પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે. આ પ્રોજેક્ટ માટે 5 કરોડ રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress