આપણું ગુજરાત

જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીના મેળા માટે અમદાવાદથી વધારાની 300 બસોથી 4000 ટ્રિપ દોડાવશે

અમદાવાદઃ જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં પૌરાણિક મહાશિવરાત્રી મેળાનો 22 ફેબ્રુઆરી 2025થી ધ્વજારોહણ સાથે વિધિવત રીતે પ્રારંભ થયો હતો.. મહાશિવરાત્રી મેળા અંતર્ગત સુધી લાખો ભાવિકો ભવનાથમાં આવે છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ દ્વારા એસટી બસની વધારાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આગામી 27મી ફેબ્રુઆરી સુધી ટ્રિપો દોડાવાશે

26મી ફેબ્રુઆરીએ મોરબી કુંડમાં સ્નાન સાથે મેળાની પૂર્ણાહત્પતિ થશે. આ પહેલા લઘુ કુંભ મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકો મેળો કરવા આવે છે. મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરી 2025 સુધી મહાશિવરાત્રી મેળામાં દર્શનાર્થીઓને જવા આવવા માટે રાજ્યના વિવિધ શહેરો તરફથી સંચાલિત થતી 250 થી વધુ રેગ્યુલર સર્વિસો ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વધારાની 300 મોટી બસોથી 4000 થી વધુ ટ્રિપો અને 70 મીની બસોથી 1000 થી વધુ ટ્રિપો દોડાવાશે.

Also read: મહાશિવરાત્રી પર ઉમટશે શ્રદ્ધાળુઓનો મહેરામણ; મેળાને લઈ વહીવટી તંત્રની તૈયારી

જેમાં જૂનાગઢથી ભવનાથ તળેટી જવા-આવવા માટે રોજની 70 મીની બસો મારફતે અલગથી બુથો ગોઠવી સંચાલનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે, જૂનાગઢ આવવા જવા વિવિધ મુખ્યત્વે સ્થળો જેવા કે રાજકોટ 40 બસ, અમદાવાદ 20 બસ, જામનગર 30 બસ, સોમનાથ 35 બસ, પોરબંદર 35 બસ, દ્વારકા 30 બસ, અમરેલી 35 બસ, ભાવનગર 25 બસ, ઉના 30 બસ અને વડોદરા 20 બસો દોડાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

એસટી નિગમના કંટ્રોલ રૂમ ઉપરથી વ્યવસ્થાનું મોનિટરિંગ

આ ઉપરાંત આજુબાજુના શહેરો માટે જરૂરિયાત મુજબ વધુ બસો દોડાવાશે. બસોના સમયની જાણકારી માટે કંટ્રોલ રૂમ તેમજ એનાઉન્સમેન્ટ શરૂ કરવામાં આવશે. ઓનલાઈન એડવાન્સ ટિકિટ માટે ટિકિટ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને બેસવા માટે અલાયદી બેઠક સુવિધા તેમજ મેળામાં આવતા-જતા મુસાફરોને બસમાં મુસાફરી સમયે પ્લેટફોર્મ ઉપર લાઈન-ક્યુ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ પ્રવાસીઓનો વધતો ધસારોને લઈ બસની વ્યવસ્થા છે તે કરવામાં આવશે અને સતત એસટી નિગમના કંટ્રોલ રૂમ ઉપરથી વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવશે જેના કારણે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button