આપણું ગુજરાત

ભાદરવી પૂનમના મેળાના વિધિવત પ્રારંભ સાથે જ એસટીએ ભાડું વધારી આદરી લૂંટ!

અંબાજી: પવિત્ર શક્તિપીઠ અને કરોડો ભાવકોની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઇ ગઇ છે. અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. નવરાત્રી પહેલા ભક્તો માતાજીને તેમના સ્થાને પધારવાનું આમંત્રણ આપવા અંબાજી આવે છે. આ વર્ષે યોજાનારા આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે.

ST hiked the fare with the start of the Bhadravi Poonam fair

અંબાજી ખાતે આ વર્ષે યોજાનારા ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવ્યો છે. આજથી ભાદરવી પૂનમના મહામેળાનો જિલ્લા કલેક્ટરના હસ્તે મહામેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજથી અંબાજી જતા માર્ગો પર જય અંબેના નાદ ગૂંજી ઉઠ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા માટે અહીં 5 હજાર કરતા વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત કરાયા છે.

આ પણ વાંચો : અંબાજીમાં 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ ઊકળી રહ્યો છે , પહોચો ભાદરવી મેળે…

મેળો શરૂ થતાં જ એસટીએ વસુલ્યુ ડબલ ભાડું:
આજથી જ શરૂ થયેલા અંબાજી મેળાના પ્રથમ દિવસે એસટી વિભાગની ઉઘાડી લુંટ આદરી છે. એસટી દ્વારા ત્રણ કિલોમીટરનું ડબલ ભાડું વસુલતા ગબ્બર જતા માઈભક્તોમાં રોષ વ્યાપ્યો છે. સામાન્ય દિવસોમાં ગબ્બર સર્કલથી ગબ્બર જવાનું એસટી ભાડું 9 રૂપિયા જેટલું છે જ્યારે તેની જગ્યાએ હાલ 20 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. એસટીના ભાડા વધારાની સામે રોષ ઠાલવતાં યાત્રિકોએ પોતાની વ્યથા ઠાલવી હતી. ભાદરવી પુનમના મેળામાં વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાનો દ્વારા જમવાનું અને રહેવાનું ફ્રી કરાયુ છે ત્યારે એસટી વિભાગ દ્વારા ભાડું કેમ વધારવમાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે.

પાલનપુર ડેપોએ કરી ખાસ વ્યવસ્થા:
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને માનવ મહેરામણ ઉમટવાનું હોય, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના પાલનપુર વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી બસોની વ્યવસ્થાને લઈને બૂથ વાઇઝ મેપ બહાર પાડવામાં આવ્યો છે. નીચે આપેલ મેપ મુજબ ક્યાંથી કઈ બસ મળી રહેશે તેની માહિતી આપેલી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button