આપણું ગુજરાત

ધો. ૧૦-૧૨ બોર્ડની એક્સ્ટર્નલ પરીક્ષાહવે માત્ર ₹ ૩૪૫ની ફી ભરીને આપી શકાશે

અમદાવાદ: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ કરતાં ઓછી ફીમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા (એક્સટર્નલ) આપતા વિદ્યાર્થીઓ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના માધ્યમથી પરીક્ષા આપી શકશે. એનઆઇઓએસમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે રૂ.૧૮૦૦ ફી લેવાય છે. જ્યારે જીએસઓએસમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે રૂ.૩૪૫ ફી લેવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કુલિંગ કરતાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાંથી પરીક્ષા આપે તો તેઓ રૂ.૧૪૫૫ ઓછી ફી ભરીને પરીક્ષા આપી શકે છે.

એનઆઇઓએસ દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ પાસેથી પાંચ વિષયની રૂ.૧૮૦૦ ફી લેવામાં આવે છે. જ્યારે ત્યાર પછીના દરેક વિષય માટે રૂ.૭૨૦ ફી લેવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ ૧૦માં મહિલા ઉમેદવારો માટે એનઆઇઓએસ દ્વારા રૂ.૧૪૫૦ ફી પાંચ વિષય માટે લેવામાં આવે છે, જ્યારે ગુજરાત બોર્ડ દ્વારા મહિલા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ફી લેવામાં આવતી નથી.

ધોરણ ૧૦ની જેમ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ એનઆઇઓએસ દ્વારા પાંચ વિષય માટે રૂ. ૨ હજાર અને ત્યારબાદના વધારાના વિષય માટે રૂ.૭૨૦ ફી વસૂલવામાં આવે છે. જ્યારે મહિલા ઉમેવારો પાસેથી પાંચ વિષયના રૂ.૧૬૫૦ અને ત્યારબાદના વિષય દીઠ રૂ.૭૦ લેવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button