એસટીને દિવાળી ફળી: એક જ અઠવાડિયામાં કરી 16 કરોડની કમાણી

દિવાળીના તહેવારો ધ્યાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા 29 ઓક્ટોબરથી 04 નવેમ્બર 2024 સુધી ગુજરાતમાં કુલ 6,617 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેમાં એક અઠવાડિયામાં જ 7 લાખથી વધુ ટિકિટો બુક કરીને રૂ. 16 કરોડથી વધુની આવક એસ.ટી નિગમે કરી છે.
આ ઉપરાંત 4 નવેમ્બરના રોજ મુસાફરો દ્વારા એક દિવસમાં 1.41 લાખથી વધુ સીટોનું તેમજ રૂપિયા 3.15 કરોડનું બુકિંગ કરીને અત્યાર સુધીના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ સ્થાપ્યો હતો, સાથોસાથ સુરત ખાતેથી સૌથી વધુ 1359 એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી નિગમે 86,599 જેટલા મુસાફરોને પોતાના વતન પહોચાડી કુલ રૂ. 2.57 કરોડની આવક કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડીના આગમન પૂર્વે બદલાશે હવામાન, Ambalal Patel કરી આ મોટી આગાહી
29 ઓક્ટોબરના રોજ GSRTCએ 85,437 ટિકિટો બુક કરીને 2 કરોડથી વધુની આવક મેળવી છે, જ્યારે તા. 30 ઓક્ટોબરના રોજ 83,426 સીટો દ્વારા રૂ.1.96 કરોડથી વધુ, તા.31 ઓક્ટોબરના રોજ 82,190 સીટો દ્વારા 1.92 કરોડથી વધુ, તા.1 નવેમ્બર 2024ના રોજ 94,018 સીટો દ્વારા રૂ. 2.16 કરોડથી વધુની આવક, તા.2 નવેમ્બરના રોજ 1,02,314 સીટો દ્વારા રૂ.2.27 કરોડ, 3 નવેમ્બરના રોજ 1,28,841 સીટો દ્વારા રૂ.2.84 કરોડથી વધુ તેમજ સૌથી વધુ ૪ નવેમ્બરે 1,41,468 સીટોના બુકિંગ સાથે નિગમે રૂ.3.15 કરોડથી વધુની આવક મેળવી છે.