આપણું ગુજરાત

Bhavnagar: આ કારણે ભાવનગર ડિવિઝનની ટ્રેનોની સ્પિડ ઘટી છે, જાણો વિગતો

ભાવનગરઃ જંગલમાં સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓના ટ્રેન હડફેટે મોતની ઘટનાઓથી હાઇકોર્ટે ઝાટકણી કાઢયા બાદ વન વિભાગ દ્વારા તાજેતરમાં ગતિ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે જેના પગલે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. વન વિભાગના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર રેલવે ડિવિઝનના ભાવનગર- ધોળા -ઢસા- રાજુલા – મહુવા સેક્શનમાં ચાલતી ટ્રેનોની ગતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે આ સેક્શનમાં ચાલતી ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર થઈ છે.

ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નં. 22989 બાંદ્રા-મહુવા સુપરફાસ્ટ ટ્રેનનો 17 જુલાઈ, 2024 થી આગળના આદેશ સુધી, સાવરકુંડલા સ્ટેશન પર આવવાનો સમય 5.23 કલાકના બદલે 5.42 કલાકનો રહેશે, તેવી જ રીતે સાવરકુંડલાથી મહુવા સુધીના તમામ સ્ટેશનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

આ પણ વાંચો: Western Railwayમાં અમુક ટ્રેનોના ટર્મિનસ અને ટાઈમ બદલાશે

ટ્રેન નં. 22990 મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન 18મી જુલાઈ, 2024થી આગળના આદેશ સુધી મહુવા સ્ટેશનથી 19.15 કલાકને બદલે 18.15 કલાકે ઉપડશે એટલે કે આ ટ્રેન મહુવા સ્ટેશનથી 1 કલાક વહેલા ઉપડશે અને આગળના સ્ટેશનો પર પણ ઢસા સ્ટેશન સુધી સમયમાં ફેરફાર થશે. ટ્રેન નંબર 09583 ધોળા-મહુવા એક્સપ્રેસ ટ્રેન 16 જુલાઈ, 2024 થી આગળના આદેશ સુધી ધોળા જંકશન સ્ટેશનથી 17.50 કલાકને બદલે 15.10 કલાકે ઉપડશે અને તેવી જ રીતે મહુવા સ્ટેશને 21.30 કલાકને બદલે 19.45 કલાકે પહોંચશે.

જયારે ટ્રેન નંબર 09584 મહુવા-ધોળા એક્સપ્રેસ ટ્રેન 17 જુલાઈ, 2024 થી આગળના આદેશ સુધી મહુવા સ્ટેશનથી 7.50 કલાકને બદલે 6.10 કલાકે ઉપડશે અને તેવી જ રીતે ધોલા જંકશન સ્ટેશને 11.15 કલાકને બદલે 10.10 કલાકે પહોંચશે.
ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા એક્સપ્રેસ ટ્રેન 16મી જુલાઈ, 2024થી આગળના આદેશ સુધી ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 16.00 કલાકને બદલે 13.10 કલાકે ઉપડશે અને તેથી ધોળા જંકશન સ્ટેશને 17 કલાકને બદલે 14.15 કલાકે પહોંચશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…