આપણું ગુજરાત
હર હર મહાદેવઃ શિવરાત્રીએ સોમનાથ દાદાના દર્શન કરવા હોય તો રેલવેએ કરી છે વ્યવસ્થા

અમદાવાદઃ એક તરફ જૂનાગઢમાં શિવરાત્રી મેળો યોજાઈ રહ્યો છે તો બીજી બાજુ સોમનાથ દાદાના દર્શન કરવા પણ હજારોની ભીડ ઉમટે છે. આ તહેવારો નિમિત્તે લોકોને અવર-જનરની સુવિધા રહે તે માટે રેલવે અમુક ખાસ ટ્રેન દોડાવે છે. આવી જ એક જાહેરાત રેલવેએ કરી છે. જાણો વિગતો. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે
- ટ્રેન નંબર 09568 વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 23.02.2025 થી 27.02.2025 સુધી દરરોજ ચાલશે.
Also read: શું તમે જાણો છો? મહા શિવરાત્રી અને શિવરાત્રીમાં બંને અલગ છે…! - ટ્રેન નંબર 09567 ગાંધીગ્રામ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 24.02.2025 થી 28.02.2025 સુધી દરરોજ ચાલશે. ટ્રેન નંબર 09568 અને 09567 માટે ટિકિટ બુકિંગ 22.02.2025 થી એટલે કે આજથી જ પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે.