આપણું ગુજરાત

ગૂડ ન્યૂઝઃ અમદાવાદ-LTT વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદઃ અમદાવાદથી મુંબઈ જતા રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) (મધ્ય રેલવે) વચ્ચે ખાસ ભાડા પર વધુ એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદથી મુંબઈ જવા માટે વિશે સેવા
ટ્રેન નંબર 01004 અમદાવાદ-લોકમાન્ય ટિળક ટર્મિનસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2025 સોમવારના રોજ અમદાવાદથી 04.00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:30 વાગ્યે લોકમાન્ય ટિળક ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 01003 લોકમાન્ય ટિળક ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ 26 જાન્યુઆરી 2025 રવિવારના રોજ લોકમાન્ય ટિળક ટર્મિનસથી 00:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.20 વાગ્યે અમદાવાદ પહોંચશે.

Also read:Rajkot થી ‘દક્ષિણ દર્શન યાત્રા’ સ્પેશિયલ ટ્રેન દોડશે , ઓનલાઈન બુકિંગ કરી શકાશે

ક્યાં સ્ટેશન પર સ્ટોપ?
આ ટ્રેન તેનાં બન્ને રૂટમાં બંને દિશામાં વડોદરા, ઉધના, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ અને થાણે સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસના કોચની સુવિધા મળી રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button