આણંદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, વિદેશી યુવતિઓ સહિત 17ની અટકાયત

આણંદઃ શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી થાઇલેન્ડ-કેન્યાની વિદેશી યુવતિઓ સહિત 17ની અટકાયત કરવામાં આવી છે. જેમાં પાંચ થાઈલેન્ડ તથા એક કેન્યાની અને બે સ્થાનિક યુવતીઓ મળી આઠ યુવતીઓ તથા આઠ ગ્રાહક યુવકો અને સ્પાના સંચાલકને ઝડપી પાડયા હતા.
સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર એલીકોન રેલવે ફાટક નજીક આવેલા એક ફેમીલી સ્પા સેન્ટરની આડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી આણંદ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ(SOG)ને મળી હતી. જેના આધારે એસઓજીએ સ્પા સેન્ટર ખાતે દરોડા પાડ્યા હતા. જેમાં છ વિદેશી યુવતીઓ ઝડપાઈ હતી. જે પૈકી પાંચ યુવતીઓ થાઈલેન્ડની અને એક યુવતી કેન્યાની હોવાનું જાણવા મળ્યું છે. બે સ્થાનિક યુવતીઓ પણ ઝડપાઈ હતી. પોલીસે યુવતીઓની સાથે સાથે ગ્રાહક તરીકે આવેલા આઠ યુવકો અને સ્પા સેન્ટરના સંચાલકને પણ ઝડપી પાડી કુલ 17 વ્યક્તિઓની અટકાયત કરી છે.
પ્રાથમિક તપાસમાં આ યુવતીઓ વિદેશથી વિઝીટર વિઝા પર ભારત આવી હતી, ત્યાર બાદ આ યુવતીઓ દેહવ્યાપારના ધંધામાં જોડાઈ હતી. હાલ તો એસઓજીએ તમામ 17 શખ્સોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
Also Read –