આપણું ગુજરાત

અમદાવાદ પછી સુરતમાં સ્પા સંચાલકે મહિલા કર્મચારીને મારી: વીડિયો વાયરલ થતાં એક્શન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં એક સ્પામાં કામ કરતી મહિલા પોતાનો પગાર બાકી હોવાથી તેની માગણી કરવા ગઈ ત્યારે સ્પાના સંચાલકે પગારના બદલે તેને માર મારી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. મહિલા સુરક્ષાની ગુલબાંગો ફૂંકતા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે જ સવાલો ઊભા થાય તેવો વધુ એક કિસ્સો રાજ્યના સુરત શહેરમાં બન્યો હતો. જ્યાં એક સ્પા સંચાલક પોતાના ત્યાં કામ કરતી મહિલાકર્મીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં મહિલા કર્મી સ્પા સંચાલક પાસે પોતાના હક્કના પૈસા એટલે કે, પોતાના પગારના પૈસાની માગણી કરી રહી હોય તેવું દેખાય છે. જો કે, મહિલાકર્મી જ્યારે સ્પા સંચાલક પાસે પગારની માગણી કરે છે ત્યારે તેને માર મારવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અમદાવાદ બાદ સુરતમાં બનેલી આ પ્રકારની આ બીજી ઘટના છે. તાજેતરમાં જ અમદાવાદમાં સ્પામાં કામ કરતી મહિલાને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. ૨૩ નવેમ્બરના રોજ રાત્રે સુરતમાં આવી ઘટનાનું પુનરાવર્તન થયું હતુ. સ્પા સંચાલક પાસે મહિલા કર્મચારી પગારની માગણી કરે છે ત્યારે તેને માર મારવામાં આવે છે. પાલ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી પાલ ગામના પીપલ્સ વેલનેસ સ્પામાં બનેલી આ ઘટનાની તપાસ હાથ ધરી છે. ૨૭ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવી ઘટના બની હતી.
એક પ્રખ્યાત એડવોકેટે જણાવ્યું હતુ કે, મોટાભાગના પુરુષોની માનસિકતા ખરાબ છે. તેઓ સ્ત્રીઓ પર સતત દબાણ કરી રહ્યાં છે. બહારથી અહીં આવતી મહિલાઓનું પણ સતત શોષણ થઈ રહ્યું છે. ગુજરાતમાં દેહવ્યાપારમાં પણ વધારો થયો છે. મોટોભાગે સ્પાની આડમાં દેહવ્યાપાર જ ચાલતો હોય છે. બહારના દેશમાંથી અહીં આવતી છોકરીઓને અહીંના કાયદા ખબર નથી હોતા. આવા લોકોને અહીં ગુલામ બનાવીને રાખવામાં આવે છે. દરેક રાજ્યમાં આના માટે સ્પેશિયલ સેલ હોવો જોઈએ. પોલીસે આના માટે ડ્રાઈવ ચલાવવી જોઈએ.
મહિલા અને બાળવિકાસના પૂર્વ ચેરમેને આવી ઘટનાને વખોડી કાઢી જણાવ્યું હતુ કે આ આપણાં બધા માટે ચિંતાનો વિષય છે. મહિલાઓ કામ કરે છે ત્યાં એમનું શોષણ થાય છે. સરકારે આ મુદ્દે કડક પગલાં લેવાની જરૂર છે. આવા કિસ્સામાં દોષિતોને જરૂર સજા થવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button