અમદાવાદઆપણું ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદી આફતઃ વાલિયામાં ફરી છ ઈંચ ઝીંકાયો

અમદાવાદઃ રવિવારથી દક્ષિણ ગુજરાતને વરસાદે ફરી બાનમાં લીધુ છે અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકમાં ગઈકાલે 18 ઈંચ પાણી વરસ્યું હતું ત્યારે ફરી અહીં છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે કચ્છ, સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકમાં સૌથી વધુ ૬ ઇંચ અને નેત્રંગ તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરતના ઉમરપાડામાં અને વલસાડ તાલુકામાં ૪ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં વલસાડ અને સુરત જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૨ ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

તાલુકાની વાત કરીએ તો, મહેસાણાના જોટાણા, સુરતના પલસાણા અને સુરત, બનાસકાંઠાના દાંતીવાડા, તેમજ વલસાડના વાપી તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, નર્મદાના નાંદોદ, વલસાડના પારદી, ઉમરગામ અને કપરાડા,સુરતના માંગરોળ, માંડવી અને મહુવા, નવસારીના ખેરગામ, કચ્છના રાપર અને તાપીના સોનગઢ તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો :ગુજરાતમાં ચમત્કાર પર ચમત્કાર: ભૂતિયા શિક્ષકો પછી કોલેજ પણ ભૂતિયા !

આ ઉપરાંત રાજ્યના આશરે ૩૦ તાલુકામાં એક ઇંચથી વધુ તેમજ ૧૪૯ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ ૧૯૮ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૮ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૮૨ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૬ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૪ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૯૬ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Show More

Related Articles

Back to top button
ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી