આપણું ગુજરાતદક્ષિણ ગુજરાતસૌરાષ્ટ્ર

શું વરસાદ પાડશે નોરતાના રંગમાં ભંગ? સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને લઈને વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ સોરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તથા રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવા તરફ આગળ વધ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર સાત તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં હળવા વરસાદની સંભાવના

ગુજરાતમાં આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ચોથી ઓક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે પાંચમી ઓક્ટોબર તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે.

છેલ્લા 24 કલાકમાં સાત તાલુકામાં જ વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાત તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં માત્ર એક તાલુકામાં જ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના ખાંભામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સુરતના મહુવામાં 18 મિમી, તાપીના ડોલવણમાં 17 મિમી, સોનગઢમાં 13 મિમી, વ્યારામાં 21 મિમી, વાલોદમાં પાંચ મિમી, ધારીમાં બે મિમી વરસાદ નોંધાયો હતો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button