નિર્દયતા ! Surat માં પુત્રએ જ 85 વર્ષની માતાની હત્યા કરી, ભોજન મુદ્દે થયો હતો ઝઘડો…

સુરત: ગુજરાતના સુરતમાં(Surat)જમવા બાબતે થયેલા વિવાદ બાદ ઉશ્કેરાયેલા પુત્રએ ખાંડણી દસ્તો મારીને 85 વર્ષની માતાની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટના સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના પંચશીલ નગરમાં ઘટી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : ગજબ ! Valsad માં દરજીની દુકાનનું આવ્યું મસમોટું લાઇટ બિલ, જાણો સમગ્ર વિગત
માતા સાથે ભોજનને લઈને ઝઘડો થયો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગાંધી અને તેની માતા વચ્ચે ભોજન મુદ્દે ઝઘડો થયો હતો. ગુસ્સામાં પુત્રએ રસોડામાં રહેલો ખાંડણી દસ્તો માતાના માથા પર માર્યો હતો. ઘરમાંથી જોરદાર અવાજ સાંભળીને પડોશીઓએ જોયું તો વૃદ્ધ મહિલા લોહીથી લથપથ પડી હતી અને તેનો દીકરો સ્થળ પર હાજર હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : હનીટ્રેપ પ્રકરણમાં મનીષા ગોસ્વામીનો ફરાર પતિ ઝડપાયો
આ અંગે ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું કે મૃતક મહિલા બંગાળી બિસ્વાલ ઓડીસાની ગંજમની રહેવાસી હતી અને તેના પુત્ર અને પુત્રવધૂ સાથે સુરતમાં રહેતી હતી. પુત્ર કાપડના કારખાનામાં મજૂરી કરે છે.