અમરેલીમાં જમાઈ જ બન્યો ‘જમ’; વૃદ્ધાની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો
અમરેલી: અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામમાં આજથી નવ દિવસ પહેલા નાયબ મામલતદારની માતાની હત્યા કરવામાં આવી હતી. મૃતક પોતે ઘરે એકલા હોય ત્યારે તેમનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાના બનાવમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસો થયો છે. આ બનાવમાં આરોપી બીજું કોઇ નહિ પણ જમાઈ જ નીકળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 28 નવેમ્બરના રોજ અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામના પ્રભાબેન ભાનુશંકરભાઈ તૈરૈયા તેમના ઘરે એકલા હોય તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે એકલતાનો લાભ લઇ, બપોરના સમયે છૂપી રીતે પ્રવેશ કરીને પ્રભાબેન પર તીક્ષ્ણ હથિયાર ઘા ઝીંકીને હત્યા કરી હતી. જે બનાવમાં મૃતકના પતિ ભાનુશંકરભાઇએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અમરેલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
Also read: કવિ રમેશ પારેખના લીલાછમ અમરેલીનો મહેલ, ગાયકવાડી ઈતિહાસ જાણો
પોલીસે આ રીતે કરી તપાસ
જેની તપાસ માટે અમરેલી જિલ્લાની અલગ અલગ પોલીસની કુલ ૨૦૦ થી વધુ સી.સી.ટી.વી. ફુટેજો તપાસી હતી. આ બનાવ બપોરની આસપાસનો હોય તે સમયગાળામાં સી.સી.ટી.વી. ફુટેજોમાં મોટર સાયકલ સાથે એક એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવતા, તે મોટર સાયકલ, રસ્તાનો ઉપયોગ કરેલ હોય રસ્તા ઉપર મૃતકના સગા સબંધીઓની તપાસ કરતા આરોપી હત્યારાને શોધી કાઢવામાં આવ્યો હતો. આ કેસમાં હત્યારો બીજો કોઇ નહિ પરંતુ મૃતકનો જમાઈ નયનભાઇ જોષી નીકળ્યો છે, જુનાગઢના વિસાવદર તાલુકાનાં બાવાના જાબુંડા ગામનો રહેવાસી છે. ધરપકડ બાદ આરોપીની સઘન પુછ પરછ કરતા તેણે કબુલાત કરી છે.
Also read: અમરેલી ભાજપમાં ભડકોઃ લીલીયા તાલુકા પંચાયતમાં બે સભ્યોએ રાજીનામા આપ્યા
સાસુ પર ધારીયા વડે ઘા કરી હત્યા
પોલીસ તપાસમાં આ કેસમાં ચોંકાવનારા ખુલાસો થયો છે. પતિપત્ની વચ્ચે અવાર નવાર ઘર કંકાસ થતો હોય, જેના કારણે પોતાની પત્ની અવાર નવાર રીસામણે જતી રહેતી હતી. પોતાના સાસુ પોતાની પત્નીને ચડામણી કરતા હોવાથી આ કંકાસ થતો હોવાની મનમાં શંકા હતી. આથી સાસુની હત્યાના ઇરાદે પોતાની પત્નીને વાડીએ જવાનું કહી તીક્ષ્ણ હથિયાર ધારીયુ લઇ સાસરે જસવંતગઢ આવેલ અને પોતાના સાસુ ઘરે એકલા હોય તે સમયે ધારીયા વડે સાસુની ઘાતકી હત્યા કરેલી.