માળીયા હાટીનામાં સોમનાથ-બાંદ્રા ટ્રેનને સ્ટોપ અપાયું
જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના રેલવે સ્ટેશન ખાતે સોમનાથ બાંદ્રા ટ્રેનને સ્ટોપ આપવામાં આવ્યો છે. દરમિયાન હારતોરા કરી ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થનિકોએ માળીયા હાટીના ખાતે આ ટ્રેનના સ્ટોપ માટે અગાઉ ઘણી રજુઆતો કરવામાં આવી હતી જેને આજે સફળતા મળતા માળીયા ખાતે સ્ટોપેજ આપવામાં અવ્યું હતું.
સાંસદ દ્વારા આ ટ્રેનને લીલીઝંડી આપી આગળ રવાના કરવામાં આવી હતી. સાંસદ અને ધારસભ્ય દ્વારા લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, હંમેશા પ્રજા માટે ચિંતિત છે અને લોકોના પ્રશ્નો માટે સતત પ્રયત્ન કરતા રહેશું. માધવપુર થી ડાયરેકટ સાસણ સુધી સીક્સ લાઈન રોડ મજૂર થઈ ગયો છે ત્યારે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ટુક સમયમાં રેલવે બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવશે.
હાલ માળીયા હાટીના ખાતે સોમનાથ બાંદ્રા ટ્રેનને સ્ટોપ મળતા માળીયા હાટીના તાલુકાના વિસ્તારના લોકોને લાંબી મુસાફરી કરવું સરળ બની રહેશે.