
લોકસભાની ચૂંટણીને કારણે દેશભરમાં માહોલ એકદમ ગરમાગરમી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં પણ ગઈકાલે એટલે કે સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. હવે લોકોનું ધ્યાન છે ચોથા તબક્કા પર. ચોથા તબક્કા માટે લોકોએ જોરદાર પ્રચાર કરાઈ રહ્યો છે આ જ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે.
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચારમાં ખૂબ જ વ્યસ્ત છે. મહારાષ્ટ્રમાં પણ તેઓ સભા લઈ રહ્યા છે, મુલાકાતો આપી રહ્યા છે. જેમાં તેઓ મોદી સરકારના 10 વર્ષના કામના લેખા-જોખા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આ સિવાય આગામી પાંચ વર્ષનો એજન્ડા શું રહેશે એ વિશે પણ ચર્ચા કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની સભામાં નાગરિકોની ભીડ જોઈને જ તેમની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય એમ છે.
આવી જ એક સભા દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સભા માટે જઈ રહેલાં કેન્દ્રીય ગૃહ પ્રધાનને જોઈને ભીડમાંથી કોઈએ તેમને ઓ અમિત કાકા… એમ કહીને બૂમ પાડી હતી. આ બૂમ સાંભળીને Home Minister Amit Shahએ જે રિએક્શન આપ્યું એ જોરદાર હતું.
પોતાના નામની બૂમ સાંભળીને ગૃહ પ્રધાન અમિત શાહને ચહેરા પર સ્માઈલ આવે છે અને તે થોડી ક્ષણ માટે ત્યાં જ ઊભા રહી જાય છે. અવાજ જે દિશામાં આવ્યો ત્યાં જુએ છે અને સ્માઈલ કરે છે. ત્યાર બાદ જયશ્રી રામનો નારો સંભળાય છે અને આ જોઈને અમિત શાહ ભીડની સામે હાથ જોડીને અભિવાદન કરે છે અને આગળ વધે છે.
ઈન્સ્ટાગ્રામ આઈડી @streets.of_ahmedabad પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને તે તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને છેલ્લાં 24 કલાકમાં એક લાખ લોકોથી વધુ લોકોએ જોયો છે અને એના પર કમેન્ટ્સ પણ કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહ વિશે વાત કરીએ તો લોકો તેમને વર્તમાન સમયના લોખંડી પુરુષ કહીને તેમની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરે છે.