કોઈએ શસ્ત્ર પૂજન કર્યુ તો કોઈએ “બ્રહ્માસ્ત્ર” પુજન કર્યું.
અસત્ય પર સત્યનો વિજય એટલે આજે વિજયા દસમીનું પર્વ.
રાજકોટ- રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓએ રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કર્યું હતું. શસ્ત્ર પૂજન દ્વારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સંદેશો આપ્યો હતો કે અમે પ્રાર્થના કરીએ છીએ કે સમાજની બદીઓ અમે નિવારી શકીએ તેવી શક્તિ મળે.
હેડ ક્વાર્ટર ખાતે રાજકોટ શહેર પોલીસે શસ્ત્ર પૂજન, અશ્વ પૂજન અને વાહનોનું પૂજન પણ કર્યું હતું.
અલગ અલગ પીસ્ટલ, રિવોલ્વર થી લઈને સ્નાઇપર સહિતના હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું.
બીજી બાજુ બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્માસ્ત્ર પુજન એટલેકે લોકશાહી દેશમાં બંધારણ એ બ્રહ્માસ્ત્ર છે અને એ બ્રહ્માસ્ત્ર દ્વારા લોકોનું કલ્યાણ થઈ શકે તો બંધારણ એ સૌથી મોટું શસ્ત્ર એટલે કે બ્રહ્માસ્ત્ર ગણાય. દશેરાનાં દિવસે લોકો તેમની પાસે રહેલ શસ્ત્રોની પૂજા કરતા હોય છે ત્યારે બ્રાહ્મણો દ્વારા એની વિધિ કરવામાં આવતી હોય છે પરંતુ આજે રાજકોટના બ્રહ્મ સમાજના આગેવાનોએ તેમજ સમાજના અન્ય લોકો ભેગા થઈ બંધારણ પણ એક આપણું શસ્ત્ર જ છે તેમ માની બંધારણશસ્ત્ર, બ્રહ્માસ્ત્ર પૂજા કરી હતી. એટલું જ નહીં સમાજને એક નવો રાહ બતાવવા માટે આપણા બંધારણને બ્રહ્માસ્ત્ર તરીકે ઓળખાવી એવી લોકોને અપીલ પણ કરી હતી.
આજરોજ સાળંગપુર હનુમાનજીના સાનિધ્યમાં શસ્ત્ર,શાસ્ત્ર અને પ્રકૃતિ (તુલસીજી ના રોપા)ત્રણેયનું પુજન થયું હતું.
આમ સમગ્ર દેશમાં આજે વિજયાદશમીની ઉજવણી થઈ રહી છે.