આપણું ગુજરાત

યાત્રીગણ કૃપા કરી ધ્યાન આપો; કચ્છ, રાજસ્થાન જતી અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન રદ્દ

અમદાવાદ: ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિને જોતાં સરહદી વિસ્તારોમાં વિશેષ એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આગામી તારીખ 9 અને 10 મે, 2025ના રોજ ચાલનારી કેટલીક મહત્વની ટ્રેનોને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર ભુજ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામ વચ્ચેની મુસાફરી પર પડશે. રદ્દ થયેલી ટ્રેનોમાં વિશેષ ટ્રેન અને નમો ભારત રેપિડ રેલ જેવી મહત્વની સેવાઓનો સમાવેશ થાય છે.

રદ્દ થયેલી ટ્રેનોની વિગત

તારીખ 10 મે, 2025ની ટ્રેન સંખ્યા 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ વિશેષ ટ્રેન રદ્દ રહેશે.

તારીખ 9 મે, 2025ની ટ્રેન સંખ્યા 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ રદ્દ રહેશે.

તારીખ 10 મે, 2025ની ટ્રેન સંખ્યા 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ્દ રહેશે.

તારીખ 9 મે, 2025ની ટ્રેન સંખ્યા 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ રદ્દ રહેશે.

તારીખ 10 મે, 2025ની ટ્રેન સંખ્યા 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ રદ્દ રહેશે.

આ પણ વાંચો: વડોદરા-અમદાવાદ રૂટના મુસાફરો માટે અગત્યના સમાચાર: મેગા બ્લોકને કારણે આટલી ટ્રેનો પ્રભાવિત

વંદે ભારતમાં ત્રણ વધારાના એસી ચેર કાર કોચ જોડાશે

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા માટે આગામી 11 મે, 2025 થી ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસમાં કાયમી ધોરણે ત્રણ વધારાના એસી ચેર કાર કોચ જોડવાનો નિર્ણય લીધો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન ભારતની મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાંની એક છે, જે મુંબઈ અને ગાંધીનગર વચ્ચે હાઈ-સ્પીડ કનેક્ટિવિટી પૂરી પાડે છે. ત્રણ કોચના વધારા સાથે ટ્રેનની યાત્રી ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે વર્ષે સીધા 85,000 થી વધુ મુસાફરોને આ સેવાનો લાભ મળી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button