આપણું ગુજરાત

કચ્છમાં તસ્કરોએ આગોતરી દિવાળી ઊજવી: બે બનાવમાં 11 લાખની માલમતા ચોરાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છમાં બેખૌફ બનેલા તસ્કરોનો આતંક વ્યાપક બની રહ્યો છે ત્યારે સીમાવર્તી રાપરના કાનપર ગામે ધોળા દિવસે ખેડૂત દંપતીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ.10.60 લાખની માલમત્તાની ચોરી કરી હતી. બીજા બનાવમાં ભચાઉ તાલુકાના મોરગર ગામે બંધ મકાનમાંથી આશરે 45 હજારની માલમતા ચોરાણી હતી.
તહેવારોના સપરમા દિવસોમાં થયેલી ઘરફોડ અંગે કાનપર ગામે રહેતા લેઉવા પટેલ સમાજના માનાબેન મનજીભાઇ ભ્રાસડિયા (ઉં.વ.60) એ પોલીસને જણાવ્યું હતું કે 27મી ઑક્ટોબરના રોજ સવારના સાત વાગ્યે તેમના પતિ દવા લેવા ગયા હતા અને તેઓ ખેતરે ગયા હતા. અગિયારેક વાગ્યે તેઓ કામસર ઘરે આવ્યા હતા અને ત્યારબાદ તાળું મારી ખેતરે ગયા બાદ છેક સાંજે છ-સાડા છ વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે ઘરના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. અંદર જઈ તપાસ કરતાં વેર-વિખેર પડેલા સમાન વચ્ચે તોડી પાડવામાં આવેલી તિજોરીમાંથી તસ્કરો રૂ.15,000ની રોકડ, રૂ.60 હજારના દોઢ કિલો વજનના ચાંદીના દાગીના, રૂ.19,5000ના સોનાના દાગીના, તેમની મુંબઇ રહેતી પુત્રીના રૂ.60,0000ની કિમતના સોનાના ઘરેણા અને રૂ.10,0000ના ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.10,60,000ની માલમતા ચોરી કરી ગયા હતા. જાણભેદુ હોવાની શંકાના આધારે રાપર પોલીસ મથકના બી.જી. રાવલે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના મોરગર ગામે નારણભાઈ દવે નામના રહેવાસીના બંધ મકાનમાં ત્રાટકેલાં તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણાં અને વાસણો વગેરે મળી 45 હજારની માલમતાની ચોરી કરી ગયા હતા. ગત શુક્રવારે સાંજે પાંચથી શનિવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં ફરિયાદીના બંધ ઘરનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ઘર ઘંટી, ફ્રીઝ, ત્રાંસા અને પિત્તળની હેલ, કાંસાની થાળીઓ, તાંબાના લોટા, ચાંદીના વેઢલાં, સોનાના પાટ વગેરે ચોરી ગયાં હતા. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button