ગોંડલમાં બાયોડીઝલના ગોરખધંધા પર SMCના દરોડા; 6 ની અટકાયત

ગોંડલ: રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલ પંથકમાં ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના ગોરખધંધા પર સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) દરોડો પાડ્યો હતો. SMCના એસપી નિર્લિપ્ત રાયને આ મામલે મળેલી બાતમીના આધારે dy.sp. કામરિયાની સાથે ગોંડલ પંથકમાં રેડ પડી હતી. ગોંડલના જામવાડી GIDC નજીક ગોંડલ-જેતપુર હાઇવે પર આવેલા કનૈયા હોટલના પાછળના ભાગે ધમધમતા બાયોડીઝલ પંપ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પુરવઠા વિભાગની ટીમે પણ સહકાર સાધ્યો હતો.
આ જગ્યાએથી 6 શખ્સો જેમાં ડીઝલનો બિઝનેસ કરનાર ગિરીશ હસમુખ ઠાકર (રહે.ગોંડલ), મૌલિક હસમુખ વ્યાસ (રહે.રાજકોટ), નોકરી કરનાર પ્રકાશ હરેશ ભેડા (રહે.કાગવડ), ચંદન દિલીપ પડાલિયા (રહે.ગોંડલ), ટ્રક માલિક સબીર યુસુફ ઘડા (રહે.રાજકોટ) અને આદમ સુમર દોઢિયા (રહે.જેતપુર)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાયોડીઝલ મોકલનાર કમલેશ ગણાત્રા, બિઝનેશ પાર્ટનર હસમુખ (ભાણાભાઈ) ભુદરભાઈ વ્યાસ અને સોયબ ઉર્ફે અચુ સલીમ સોલંકીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
રેડ દરમિયાન 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગોંડલના ગિરીશ હસમુખ ઠક્કર, ચંદન દિલીપ વડાલિયા, જેતપુરના આદમ સુમાર દોઢિયાં, કાગવડના પ્રકાશ હરેશ ભેડા, રાજકોટના સબિર યુસુફ ઘડા અને મૌલિક હસમુખ વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય કમલેશ ગણાત્રા, ભાણાભાઈ વ્યાસ, ભૂદરભાઈ વ્યાસ અને સોયબ ઉર્ફે અચુ સલીમ સોલંકી હાલ પોલીસ પકડ થી દૂર છે.