પીજીવીસીએલની સ્માર્ટ મીટર સંદર્ભે સ્માર્ટ પત્રકાર પરિષદ
સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર ને લઈ છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ ઊભો થાય તે રીતે સોશિયલ મીડિયામાં સમાચારો આવી રહ્યા છે ઘણા લોકોની ફરિયાદ છે કે બિલ વધારે આવે છે.અમુક લોકોને એક જ દિવસમાં ₹2,000 જેવું બિલ આવ્યું છે. લોકોમાં વિરોધનો વંટોળ ઊભો થતો જાય છે એટલે રાજકોટ પીજીવીસીએલ કચેરીએ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ના ચીફ એન્જિનિયર વાળા સાહેબે આજે માહિતી આપતા જણાવ્યું હતું કે
અત્યાર સુધીમાં 10 હજાર જેટલા મીટર લગાવવામાં આવ્યા છે .
સિંગલ ફેઝ અને થ્રી ફેઝ મીટર લગાવવામાં આવ્યા છે
25 જેટલી સરકારી ઓફિસોમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે
સિક્યુરિટી ડિપોઝીટ અમે રિફંડ કરીએ છીએ
મીટર બદલાવતા પહેલાનું જે બિલ હોય તે એડ થઈને આવ્યું હોવાથી ઘણાં લોકોને વધુ બિલ આવ્યા છે
મિસ કોમ્યુનિકેશન થવાને પગલે લોકોનો આ વિરોધ સામે આવ્યું છે.
પત્રકારોએ આજે પ્રશ્નોની જડી વરસાવી હતી. પ્રશ્નોના જવાબ માં વાળા સાહેબે જણાવ્યું હતું કે બિલ વધારે આવવાનું કારણ જે મીટર બદલ્યું છે તે મીટર નું આગળ નું બિલ તેમાં ઉમેરાઈને આવે છે એટલે પ્રથમ અઠવાડિયામાં કદાચ વધારે બિલ આવે પરંતુ તે આગળના બિલમાં જે યુનિટ નો વપરાશ થયો છે તે પણ ઉમેરાઈને આવે છે એટલે બિલ વધારે આવ્યું હોય.
બંને મીટર એક સરખા ટેરીફથી ચાલે છે એટલે ક્યાંય બિલ વધઘટ થવાની શક્યતા નથી.
પ્રીપેડ મીટરમાં 300 રૂપિયા સુધી વપરાશ થશે તો પણ કનેક્શન કપાશે નહીં એટલે તમારા વપરાશને તમે અંકુશમાં રાખી શકશો.
જ્યાં સૌથી વધારે વીજલો આવે છે તેવા સુરેન્દ્રનગર વિસ્તારના સ્થાન ચોટીલા લીંબડી જ્યાં મીટર છે જ નહીં ડાયરેક્ટ કનેક્શન લઇ અને લોકો વીજ ચોરી કરે છે તો સૌ પહેલા ત્યાં આ મીટરો લગાડવા જોઈએ તેવા પ્રશ્નોના ઉત્તરમાં અધિકારી શ્રી એ મૌન સેવવાનું પસંદ કર્યું હતું.
નગરપાલિકાના મત મોટા બિલો બાકી છે તેમની રિકવરી બાબતે પૂછતા તેમાં પણ પ્રયત્ન ચાલુ છે તેવો જવાબ મળ્યો હતો.
જે લોકો નિયમિત બિલ ભરે છે તેઓને પ્રથમ દામ આવ્યો છે તેવી એક છાપ ઊભી થાય છે.
એક પ્રશ્ન એવો આવ્યો હતો કે પ્રીપેડ મીટરમાં રાત્રી અને દિવસના ટેરીફ જુદા હશે પરંતુ વાળા સાહેબના કહેવા મુજબ હાલ જૂના મીટરમાં છે તે જ પ્રમાણે ટેરિફ વેલ્યુ રહેશે.
સ્માર્ટ મીટરના કોઈ ચાર્જીસ વસૂલ કરવામાં નહીં આવે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.
સમગ્ર પત્રકાર પરિષદમાં એક વાત સામે આવી હતી કે પ્રીપેડ મીટર કોઈ કોન્ટ્રાક્ટરના હાથમાં આપવામાં આવ્યું છે અને તેના માણસોએ જ આ બધી વાત ગ્રાહકને સમજાવવાની હોય છે પરંતુ વધારે કમાવાની લાલચમાં તેઓ સમજાવતા નથી અને સીધું મીટર લગાવી દે છે અને ખાલી એપ ડાઉનલોડ કરાવી આપે છે તેવા સંજોગોમાં સમજણ વગરનું કાર્ય થાય છે એટલે પહેલા બિલમાં જુના ટેલીફના પૈસા પણ ચડાઈને આવે છે કે કપાય છે એટલે લોકોમાં અસંતોષની લાગણી જોવા મળે છે. આ સંદર્ભે વાળા સાહેબે કહ્યું હતું કે હવે અમારો સ્ટાફ પણ મીટર બદલાવવા સાથે જશે અને ગ્રાહકને સંપૂર્ણ રીતે સમજાવશે.
એક વાત નક્કી છે કે જ્યાં વીજલોષ વધારે છે ત્યાં પ્રથમ આ પ્રયોગ કરવાની જરૂર હતી જે નિયમિત બિલ ભરે છે તેના કરતાં કલમ 135 અને 126 નીચે જે અગાઉ દંડાયા છે જે લોકોએ વીઝી ચોરી કરી છે ત્યાં પ્રથમ આ સ્માર્ટ મીટર લગાડવાની જરૂર હતી તો લોકોમાં એ દાખલો બેસત.