આપણું ગુજરાત

એસ. કે. લાંગાની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ : આજે કરાશે કોર્ટમાં રજૂ

ગાંધીનગર: ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ. કે. લાંગાની (S. K. Langa) વિરુદ્ધમાં વધુ એક ગુનો નોંધાયો છે. તેમના ફરજકાળ દરમિયાન રૂપિયા 11.64 કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં કાર્યવાહી કરતાં લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો(ACB) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

સનદી અધિકારી એસ. કે. લાંગાની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમના વિરુદ્ધ અઢી માસ અગાઉ જ એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોતાના સરકારી સેવકના હોદાન દુરુપયોગ કરી તેમણે પોતાના તેમજ તેના પુત્ર પરિક્ષીત શંકરદાન ગઢવી સાથે મળીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરી સાણંદની રાઈસ મિલ, બોપલમાં જમીન તથા મકાનોનું મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના કેસની તપાસમાં લાંગાની રિમાન્ડ મેળવવા માટે આજે શુક્રવારે કોર્ટમાં રજૂ કરાશે.

ગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ. કે. લાંગાએ 1 એપ્રિલ 2008 થી લઈને 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન તેના સરકારી સેવક તરીકેના કાર્યકાળમાં હોદ્દાનો દુરુપયોગ કરીને મોટાપાયે ભ્રષ્ટાચાર આચાર્યો હતો. તેમણે પોતાના પુત્ર પરીક્ષિત ગઢવી સાથે મળીને આ ભ્રષ્ટાચાર કર્યો હતો. જેને લઈને એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ અનુસંધાને 19 એપ્રિલ 2024 ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એસ કે લાંગા પાસેથી ૧૧.૬૪ કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી

આસીબી દ્વારા દાખલ કરાયેલ ગુનાના આધારે ગઇકાલે ગુરૂવારે એસીબીએ એસ. કે. લાંગાની સાબરમતી સેન્ટ્લ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. તેને કેસની પુછપરછ માટે આજે શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટ પાસે રિમાન્ડની માંગ કરવામાં આવશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button