આપણું ગુજરાત

અમદાવાદમાં છ લાખ કિલો બટર-ચીઝ જપ્ત કરાયું

અમદાવાદ: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરનાં પ્રસાદમાં અમદાવાદનાં ભેળસેળિયા ઘીનો ઉપયોગ થયાની ઘટના બાદ ચારેકોરથી ટીકા અને ઠપકા બાદ હરકતમાં આવેલાં મનપા ફૂડ વિભાગે ઠેર ઠેરથી પનીર, ચીઝ, બટર અને ઘી વગેરેનાં નમૂના લેવાનુ શરૂ કરવાની સાથે પીપળજ-પીરાણા રોડ ઉપર આવેલાં એક જાણીતી કંપનીના ગોડાઉનમાં રખાયેલાં છ લાખ કિલો જેટલાં પનીર અને બટરનાં જથ્થાને સ્થગિત કરી દેતાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અમદાવાદ મનપા ફૂડ વિભાગનો હવાલો સંભાળતાં એડિશનલ હેલ્થ ઓફિસર ડૉ.ભાવિન જોષીને માહિતી મળી હતી કે, પીરાણા પીપળજ રોડ ઉપર આવેલાં દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વી.જે.ઇન્ફ્રાકોન પ્રા.લિ. નામની એજન્સીનાં ગોડાઉનમાં ચીઝ અને બટરનો જંગી જથ્થો રાખવામાં આવ્યો છે અને ત્યાંથી શહેર અને રાજ્યભરમાં સપ્લાય થાય છે. તેથી તેમણે તરત ફૂડ વિભાગની ટીમોને સ્થળ ઉપર તપાસ માટે મોકલી હતી. દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તપાસ માટે પહોંચેલી ફૂડ વિભાગની ટીમ પણ ગોડાઉમાં બટર-ચીઝનો જથ્થો જોઇને ચોંકી ગઇ હતી. ટીમનાં અધિકારી અને કર્મચારીઓએ તરત જ જુદી જુદી બ્રાન્ડનાં ચીઝ-બટરનાં નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરી હતી અને જ્યાં સુધી મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી ચીઝ-બટરનાં જથ્થાને વેચાણ માટે સ્થગિત કરી દીધો હતો અને ફૂડ વિભાગની તપાસ દરમિયાન ગણતરી કરવામાં આવતાં છ લાખ કિલોથી વધુ ચીઝ-બટરનો જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હોવાનું જણાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker