રાજકોટ અગ્નિકાંડ બાબતે SITએ કહ્યું “કાટમાળ હટાવવાનો આશય તોડીને નાશ કરવાનો નહતો પરંતુ….
રાજકોટ : 25 મે ના રોજ રાજકોટમાં સર્જાયેલ ગેમઝોન અગ્નિકાંડને (Rajkot Gamezone Fire) લઈને સરકાર દ્વારા તપાસ માટે નિમાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે (SIT) રાજ્ય સરકારને પોતાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. આ મામલે આજે ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી હતી. જેમાં SITના વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ શિક્ષણ કમિશનર બંછાનિધિ પાણી, FSLના ડાયરેક્ટર એચ. પી. સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે. એન. ખડીયા, માર્ગ અને મકાન વિભાગના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર એમ. બી. દેસાઇ હજાર રહ્યા હતા.
રાજકોટ અગ્નિકાંડ મામલે SIT વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે ફરી આવી ઘટના ના બને તેની તકેદારી રખાશે, જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. અમારી અંદર પણ આક્રોશ અને વેદના છે. આ ઉપરાંત તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું કે ‘અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા IAS કે IPSને છોડવામાં નહીં આવે. તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સંલગ્ન તમામ IAS કે IPS અધિકારીની પૂછપરછ કરવા માટેની સ્પષ્ટ સૂચના ગૃહરાજ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે.
કાટમાળ ખસેડવાની કામગીરીના સવાલ પર જવાબ આપતા કહ્યું હતું કે ‘ જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્ત્વનું હતું, તોડીને નાશ કરવાનો આશય બિલ્કુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ જેના આધારે આપણે DNA લઈ શકીએ. જેથી FSL દ્વારા આ DNAની તપાસ કરીને જે પરિવારમાંથી માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવા આશયથી કરવામાં આવ્યુ છે.’
ઘટનાસ્થળ પર કાટમાળ ખસેડવાની કામગીરીને લઈને થયેલા સવાલ પર જવાબ આપતા કહ્યું હતું કે ‘બધુ તોડીને નાશ કરવાનો ઉદેશ્ય જયારે ન હતો પરંતુ જે લોકો ગુમ છે કે તેમના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્વનું હતું. ત્યાં ગુમ થયેલા લોકોના કોઈપણ પ્રકરના અવશેષો છે કે કેમ જેના આધારે DNA લઈ શકીએ અને તેના આધારે FSL દ્વારા DNA તપાસ કરીને જે પરિવારના કોઈ ગુમ હોય તેમને સત્યની માહિતી આપી શકીએ. આ હેતુથી જ કાટમાળ હટાવવામાં આવ્યો હતો.
રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 25 મૃતદેહોના DNAની તપાસ બાદ ઓળખ કરી પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જયરી અન્ય ત્રણ મૃતદેહો હજુ સોંપવાના બાકી છે. આ મામલે સુભાષ ત્રીવેદીના વડપણ હેઠળ નિમાયેલી SITએ હાલ પ્રાથમિક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી દીધો છે.
Also Read –