આપણું ગુજરાત

મનસુખ સાગઠીયાની બેનામી સંપત્તિની તપાસ માટે હવે SITની રચના

રાજકોટ: અગ્નિકાંડને લઈને ચાલી રહેલી તપાસમાં આરોપી મનસુખ સાગઠિયા (Mansukh Sagathiya) પાસેથી નીતનવા ઘટસ્ફોટો થઈ રહ્યા છે. અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાની મળેલી બેનામી સંપતિની વધુ તપાસ માટે ACB દ્વારા પણ SITની રચના કરવામાં આવ્યા છે. જેમાં ACBના એડિશનલ ડાયરેકટરના અધ્યક્ષસ્થાને બે આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને બે પીઆઇ કક્ષાના અધિકારી અને લીગલ એડવાઇઝરનો સમાવેશ થાય છે.

મનસુખ સાગઠિયા વિરુદ્ધ ACB બાદ હવે IT વિભાગે (IT Department) પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ ACB દ્વારા નીમવામાં આવેલી SITમાં આસિસ્ટન્ટ ડાયરેકટર કે. એચ. ગોહિલ,આસિસ્ટન્ટ ડાયરેકટર આશુતોષ પરમાર, PI લાલીવાળા અને PI આલ તથા લીગલ એડવાઇઝરનો સમાવવામાં આવ્યા છે.

સસ્પેન્ડેડ TPO અધિકારી મનસુખ સાગઠિયાની આવક કરતા વધુ સંપત્તિના કેસ અને મળી આવેલ કરોડોની સંપત્તિ અંગે SIT તપાસ કરશે. ફાસ્ટ ટ્રેક કોર્ટમા કેસ ચલાવવા, ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવા,અને બિનહિસાબી સંપત્તિને ટાંચમાં લેવા સહિતની કાર્યવાહી SIT દ્વારા કરવામાં આવશે અને તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

મનસુખ સાગઠીયાની માલિકીની સંપતિને લઈને સામે આવેલા ચોંકવનારા આંકડા સામે આવ્યા બાદ હવે મનસુખ સાગઠિયા વિરુદ્ધ ACB બાદ હવે IT વિભાગે (IT Department) પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાગઠીયાની ઓફિસમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન 400થી વધુ ઘરેણાં અને કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી. હાલ તો મનસુખ સાગઠીયા જેલમાં છે અને ગઇકાલે જ કોર્ટ દ્વારા તેમના 6 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત