આપણું ગુજરાત

ગેમઝોન દુર્ઘટનાને લઈને SIT વડા સુભાષ ત્રિવેદીની મીડિયા સાથે ટૂંકી વાતચીત, કહ્યું ‘તપાસ ચાલી રહી છે’

રાજકોટ: રાજકોટમાં સર્જાયેલી TRP ગેમઝોન દુર્ઘટના બાદ તેની તપાસ માટે સુભાષ ત્રિવેદીના (Subhash Trivedi) અધ્યક્ષસ્થાને SITની રચના કરી છે. હાલ તે અન્ય એજન્સીઓની સાથે રહીને તપાસ કરી રહી છે. જો કે આ દુર્ઘટનાને લઈને સરકારે કોઈ દાખળરૂપ પગલાં લીધા નથી. હાલ પણ તપાસ ચાલી રહી છે, ત્યારે સીટના વડા સુભાષ ત્રિવેદી આજે રાજકોટ આવ્યા હતા અને પત્રકારો સાથે ટૂંકી વાત કરી હતી. તેમણે માત્ર તપાસ વિશાળ છે અને તમામ દોષિતોને સજા થશે એ વાતનું રટણ યથાવત રાખ્યું હતું.

SITના વડા સુભાષ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીત કરતાં જણાવી હતું કે, ‘બનાવ ખૂબ દુ:ખદ છે અને સરકાર આ મામલે તમામ મુદાઓ પર તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. આ તપાસમાં જવાબદાર લોકો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે અને ઘણા દસ્તાવેજો પણ કબ્જે કરવામાં આવ્યા છે. આખી તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે ફાયર વિભાગ કે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પણ શું ભૂલો થઈ છે.

એસાઇટી વડા સુભાષ ત્રિવેદી આજે રાજકોટ આવ્યા હતા, અહી તેમણે મીડિયા સાથે ટૂંકી વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ ઘટના ખૂબ જ દુખદ છે અને આ બનાવની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કકરી રહી છે. જો આ તપયાસ ખૂબ જ વિશાળ ફકલ પર થઈ રહી છે, આ તપાસમાં અલગ અલગ એજન્સીઓ પર સંકળાયેલી છે. એટલા માટે તપાસ ખૂબ જ ઊંડાણપૂર્વક કરવી પડે છે કારણ કે જો ઊંડાણથી તપાસ થાય તો જ દોષિત દંડાય અને નિર્દોષ માણસ આનો ભોગ ન બને. દોષિતોને સજા મળે તે માટે કાળજીપૂર્વકની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.

લગભગ દુર્ઘટનાઓ બાદ સરકાર પક્ષેથી એક જ રટણ કરવામાં આવતું હોય છે કે તપાસ ચાલી રહી છે અને કોઈ જવાબદારને છોડવામાં નહીં આવે. સીટના વડા સુભાષ ત્રિવેદીએ પણ આ જ રટણને યથાવત રાખ્યું હતું. તેમને પત્રકારો દ્વારા કેટલા લોકોની તપાસ થઈ રહી છે તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આ કેસમાં ઘણા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી છે, આ બનાવને લઈને ઘણા દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના અલગ અલગ વિભાગોમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? ફાયર વિભાગે શું કામગીરી કરી ? ફાયર સેફટી એક્ટ 2013-2023 જોગવાઈઓનો ફાયર વિભાગ દ્વારા કેવો અમલ કરવામાં આવ્યો છે? અન્ય વિભાગો શું કામગીરી કરી રહ્યા છે ? RUDAના નિયમો શું છે ? ટાઉન પ્લાનિંગ દ્વારા કેવી ભૂલો કરવામાં આવી અથવા તો કેવી બેદારકારીઓ દાખવવામાં આવી ? આ તમામ મુદાઓ પર ન્યાયીક અને નિષ્પક્ષ તપયાસ થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button