આપણું ગુજરાત

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મોડી રાત્રે ફાયરીંગ:

ટ્રોમા સેન્ટર બહાર ઘટના

ભાવનગર: શહેરની સરકારી સર ટી. હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટર બહાર એક શખ્સે તેની પ્રેમીકાના પતિ ઉપર ફાયરીંગ કર્યુ હતું. પરંતુ ફાયરીંગ મીસ થતા કોઇને ઇજા થઇ ન હતી પરંતુ ફાયરીંગના અવાજથી મોડી રાત્રે સર ટી. હોસ્પિટલમાં ભારે દોડધામ મચી જવ પામી હતી.

આ બનાવની પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરના નવાપરા ઘોઘાની નાની સડક વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક જાહિદ ઉર્ફે મુન્નો રહિમભાઇ સૈયદ (ઉ.વ.38)ની પત્નીને શહેરના જુના માણેકવાડી વિસ્તારમાં રહેતા ઇર્શાદ ઉર્ફે પિન્ટુ સરકાર સતારભાઇ શેખ નામના યુવાન સાથે પ્રેમ સંબંધો હતા આ બાબતે જાહિદ અને ઇર્શાદ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ અને ઝઘડો થયો હતો.

દરમ્યાન ગઇ મોડી રાત્રે બે વાગે જાહિદની પત્નીને ઇજા થતા તેની સારવાર માટે સર ટી. હોસ્પિટલ લઇ ગયો હતો અને ટ્રોમા સેન્ટર બહાર નીકળી ઘરે જવ નીકળ્યા હતા તે દરમ્યાન ઇર્શાદ ઉર્ફે પિન્ટુ સરકાર એક અજાણ્યા શખ્સ સાથે ઘસી આવ્યો હતો અને ધમકી આપી તેની પાસે રહેલ પિસ્તોલમાંથી જાહિદ ઉપર ફાયરીંગ કર્યુ હતું પરંતુ નિશાન ચુકી જતા ફાયરીંગ મીસ થતા જાહિદનો બચાવ થયેલ છે.

ફાયરીંગનાં ધડાકાથી નાસભાગ મચી ગયો હતો અને લોકો દોડી આવતા આરોપી ઇર્શાદ અને તેની સાથેનો શખ્સ નાસી છુટયો હતો. આ બનાવની જાણ થતાં જ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં અધિકારી અને સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button