Ahmedabadમાં ફરજ બજાવતા 1740 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી
અમદાવાદ: આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એકસાથે 1740 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ શાખા બ્રાન્ચ કચેરીઓ ખાતે છેલ્લા સાડા પાંચ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની આંતરિક બદલી કરવામાં આવી છે.
હાલ મળતી માંહિતી અનુસાર અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ શાખા બ્રાન્ચ કચેરીઓ ખાતે છેલ્લા સાડા પાંચ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા હોય એવા કુલ 1740 ASI, HC, PCની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. જેની માહિતી અમદાવાદ પોલીસ દ્વારા તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને આપવામાં આવી હતી.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકસાથે 1700 થી વધુ પોલીસ અધિકારીઓની એકસાથે બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા 1740 બિનહથિયારી પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. જો કે આ બદલી બાબતે છેલ્લા ત્રણ દિવસથી બેઠકનો દોર ચાલી રહ્યો હતો અને આજે એકસાથે આટલા પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે.
જો કે થોડા દિવસો પૂર્વે જ અમદાવાદ ગ્રામ્યમાંથી 27 PI ની બદલી કરવામાં આવી હતી. આ સાથે PSI ની પણ એક સાથે બદલીઓ કરવામાં આવી છે. 21 જેટલા PI ની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી.