આપણું ગુજરાત

ગુજરાતની તમામ લોકસભા બેઠક કાર્યાલયોનો એક સાથે પ્રારંભ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ઉમેદવારોની પસંદગી થઇ નથી એ પૂર્વે જ રાજ્યની ૨૬ લોકસભા બેઠકમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત મંગળવારથી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના હસ્તે કેન્દ્રીગૃહ પ્રધાન અમિત શાહના અમદાવાદ ખાતેના લોકસભા કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ભાજપના કાર્યકરોને સંબોધતા જણાવ્યુ હતું કે, આ ચૂંટણીમાં ગુજરાત પહેલા પણ ૨૬માંથી ૨૬ બેઠક લાવ્યું હતું, એ પહેલા પણ ૨૬માંથી ૨૬ બેઠક લાવ્યું હતું અને ૨૦૨૪માં પણ ૨૬માંથી ૨૬ બેઠક ભાજપ મેળવશે.

કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર સહિત ૨૬ લોકસભા ક્ષેત્રમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત આજથી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગુજરાત ભાજપની ટીમને શુભેચ્છા પાઠવું છું કે, લોકસભા ચૂંટણીના શ્રીગણેશ થયા તે પહેલા લોકસભા ચૂંટણીના કાર્યલયના શ્રીગણેશ કર્યા છે. ભાજપ ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ફર્સ્ટ. એટલા માટે અમે આગળ છીએ. ગુજરાતે પહેલ કરી છે. ગુજરાતે ભાજપના સંગઠનની રીતિ-નીતિ, મંત્ર-તંત્રને વિકસિત કરવામાં એક મહત્ત્વની ભૂમિકા રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહ સોમવાર મોડી સાંજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આજે તેઓ આંતરરાષ્ટ્રીય ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં સંબોધન કર્યું હતું. બપોરે બે વાગ્યે ભાવનગરના સોનગઢ ખાતે દિગંબર જૈન મંદિરના કાર્યક્રમમાં ભાગ લેવા ગાંધીનગરથી હેલિકૉપ્ટર મારફતે રવાના થયા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત