Ambaji માં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, આ તારીખથી થશે પ્રારંભ…
અમદાવાદ : ગુજરાતના શકિતપીઠ અંબાજીમાં(Ambaji) 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજનારી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા પરિક્રમા મહોત્સવના સમયગાળા દરમિયાન વિવિધ મંડળો અને ભજન સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવે છે. શક્તિપીઠ અંબાજી શ્રી 51 શક્તિપીઠ ભવ્ય પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તોનું અંબાજી ખાતે આગમન શરૂ થઇ ગયું છે.
આ પણ વાંચો : Good News: Ahmedabad થી અંબાજી વચ્ચે ટ્રેન સેવા શરૂ કરાશે, આટલા ટકા કામ પૂર્ણ…
ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ આવશે
મળતી માહિતી મુજબ, 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થશે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમામાં મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે ઉમટશે. આ 3 દિવસનો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ આવશે.
આ પણ વાંચો : ડાંગમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ, ધરતીપુત્રોની વધી ચિંતા
ભક્તો માટે વિશેષ વ્યવસ્થા
આ 3 દિવસ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખી યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો,પાદુકા ચામરયાત્રા, ધ્વજા ત્રિશૂળ યાત્રા, મસાલ યાત્રા, શક્તિ યજ્ઞ સાથે ભજન મંડળીઓ દ્વારા ધાર્મિક સત્સંગના કાર્યક્રમો યોજાશે.આ ઉપરાંત ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમાની સાથે આનંદ ગરબા અખંડ ધૂનની સાથે ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 કલાકે મહા આરતીની સાથે વિવિધ કાર્યક્રમો કરાશે. અંબાજી ખાતે પરિક્રમામાં આવનારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.