શ્રાદ્ધ પક્ષમાં આ શાકભાજીનું કરો સેવન

હાલમાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે જે પિતૃઓનો (pitru paksha) મહિનો કહેવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરુ થયો છે, જે 14 ઓક્ટોબર સુધી સર્વ પિતૃ અમાસ (Sarva pitru Amas)ના રોજ પુરુ થશે. જેમા પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેટલીક પૂજા (Pooja) વિધિ કરવામાં આવે છે, જેથી કરીને પિતૃઓ નારાજ ન થાય. પિતૃઓ આ સમયે પૃથ્વી પર આવે છે કે તેમના વંશજો તેમને તૃપ્ત કરે. તેમના માટે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણને ભોજન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે. પરંતુ તમારે જાણવુ જોઈએ કે આ શ્રાદ્ધ પક્ષમાં આપણા આહારમાં શું ફેરફાર કરવામાં આવે કે જેથી પિતૃઓને ખુશ કરી શકાય.
જ્યોતિષાચાર્યોના કહેવા પ્રમાણે પિતૃ પક્ષમાં ભીંડા, કેળા, બટાકા, કોળું અને મૂળો આ 5 શાકભાજી ખાવી જોઈએ. આના સેવન કરવાથી પિતૃઓ ખુશ થાય છે. તેમા પણ તમારે તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે પિતૃ પક્ષમાં ભીંડાનું સેવન કરવું સારુ રહે છે.
પિતૃ પક્ષમાં પાણીવાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. કહેવાનો મતલબ છે કે એ શાકભાજી ના ખાવી જોઈએ કે જેમાથી પાણી છુટતું હોય તેવી શાકભાજી ન ખાવી જોઈએ. એક રીતે જોઈએ તો તુરીયા, સાગ, દુધી વગેરે ખાવા જોઈએ નહી. આ સિવાય કારેલાની શાકભાજી પણ ન ખાવી જોઈએ. પિતૃ પક્ષમાં આ સિવાય તમારે મસાલા પણ ન ખાવા જોઈએ અથવા તો પછી ઓછા ખાવા જોઈએ, તેવું માનવામાં આવે છે.