આપણું ગુજરાત

અનિયમિત કર્મચારીને અપાયેલી શો-કોઝ નોટિસને આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો ન ગણી શકાય: ગુજરાત HC

ફરજ પર હાજર ન રહેતા અનિયમિત સરકારી કર્મચાારીઓની આંખ ખોલી નાખતો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. આવા બેજવાબદાર કર્મચારીને શો-કોઝ નોટિસ આપવાનો હક તેના ઉપરી અધિકારીને છે. બાલાસિનોર મામલતદાર કચેરીમાં કામ કરતી એક વ્યક્તિ નોકરીમાં સતત અનિયમિત હોવાથી મામલતદારે તેની સામે શો-કૉઝ નોટિસ કાઢી હતી. બાદમાં કલેક્ટરે તેની સામે ખાતાકીય તપાસ હાથ ધરી હતી જો કે તે દરમિયાન તેનું હાર્ટ એટેકથી મોત થતા મૃતકના પરિવારજનોએ મામલતદાર વિરૂધ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. બાદમાં આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટે આ મામલે તેનો ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં ફૂડમાંથી નીકળી માખીઃ પ્રવાસીએ રેલવેની કરી ફરિયાદ

મહીસાગરની સ્થાનિક કોર્ટના હુકમ બાદ કેટલાક આરોપીઓ સામે બાલાસિનોર પોલીસ મથકે IPCની કલમ 306, 181, 182, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)x મુજબ ફરિયાદ નોંધાઈ હતી. એ સંદર્ભે એક આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જે જજ જે.સી. દોશીની કોર્ટમાં રજૂ થઈ હતી. બાદમાં કોર્ટે આ સમગ્ર મામલે બંને પક્ષની દલિલો સાંભળ્યા બાદ આરોપીના જામીન મંજુર કર્યા હતા.

બંને પક્ષને સાંભળ્યા બાદ હાઈકોર્ટે અરજદારને શરતી આગોતરા જામીન આપતાં નોધ્યું હતું કે કામની માગણીને લઈને અપાતી નોટિસ આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા ગણી શકાય નહીં. કોર્ટે અરજદારને 10 હજારના જામીન, ભારત નહીં છોડવા, પાસપોર્ટ જમા કરાવવા, પોલીસ મથકે હાજરી આપવી જેવી શરતો મૂકી હતી. આ સાથે જ હાઈકોર્ટના આ જામીન અરજીની અવલોકન ટ્રાયલમાં ના નોંધવા હુકમ કર્યો હતો.

આ સમગ્ર ઘટના બાલાસિનોર મામલતદાર કચેરી સાથે સંકળાયેલી છે. આ કચેરીમાં એક વ્યક્તિ કાર્ય કરતી હતી, એ અરજીમાં જણાવ્યા મુજબ નોકરીમાં સતત અનિયમિત હોવાથી મામલતદારે તેની સામે શો-કૉઝ નોટિસ કાઢી હતી પછી કલેક્ટરે ખાતાકીય તપાસ હાથ ધરી હતી, જેથી કરીને મૃતકે આત્મહત્યા કરી લીધી હતી, જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. આ સંદર્ભે મૃતકના પરિવારે આપઘાતની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. જોકે પોલીસે ફરિયાદ લેવાની ના પાડતાં સ્થાનિક કોર્ટમાં અરજી કરાઇ હતી, જેથી કોર્ટના આદેશથી આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો: ધોરાજી નજીક ભાદર નદીમાં કાર ખાબકતા ચારના મોત, ત્રણ મહિલા સહિત એક પુરુષે જીવ ગુમાવ્યો, જુઓ Video

પોતાના બચાવમાં અરજદારે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેની સામે થયેલા તમામ આક્ષેપ ખોટા છે. મૃતક હાર્ટ-એટેકથી મૃત્યુ પામ્યો છે. તેણે આપઘાત કર્યો નથી. આ કેસ સંદર્ભે DySP એ તપાસ કરીને SDMને પણ હાર્ટ-એટેકથી મૃત્યુનો રિપોર્ટ આપ્યો છે. હેરાનગતિની કોઈ ફરિયાદ કરાઈ નથી. અરજદાર સરકારી કર્મચારી છે. અરજદાર જાન્યુઆરી, 2022માં નિવૃત્ત થયા હતા. જ્યારે ઘટના જાન્યુઆરી, 2023ની છે. આ ફરિયાદ પ્રાઇવેટ ફરિયાદ છે. જાતિવિષયક અપશબ્દો મૃતકને કહેવાયા નથી. મૃતક સતત ગેરહાજર રહેતો હતો. શો-કૉઝ નોટિસ આપવી ઉપરી અધિકારીની ફરજ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત