શિક્ષક દિને ગુરૂજનોનો ઋણ સ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્ય પ્રધાને ફાળો અર્પણ કર્યો...
આપણું ગુજરાત

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણ સ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્ય પ્રધાને ફાળો અર્પણ કર્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.

શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ~ગાંધીનગર શહેર અને જિલ્લાની વિવિધ પાંચ જેટલી શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયના બાળકો પહોંચ્યાં હતાં. મુખ્ય પ્રધાને પણ શિક્ષક દિન અવસરે પોતાનો વ્યક્તિગત ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન પણ કર્યું હતું.

આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. સર્વપલ્લી રાધકૃષ્ણનની જન્મ જયંતિ તારીખ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાનનું ઋણ સ્વીકાર કરતાં સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે.

આ પણ વાંચો…વતન છોડ્યું પણ શિક્ષણકાર્ય નહીં; 1971માં સિંધથી ગુજરાત આવેલા શિક્ષકોની પ્રેરણાદાયક ગાથા…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button