આપણું ગુજરાત

દિલ્હી, મધ્યપ્રદેશમાં ચોરીને અંજામ આપનાર શિકલીગર ગેંગની ત્રિપુટી મોરબીથી ઝડપાઇ

મોરબી: દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ તેમજ ગુજરાતમાં અનેક ચોરીની ઘટનાને અંજામ આપનાર શીકલીગર ગેંગના ત્રણ સભ્યો મોરબીમાં હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે રણછોડનગર વિસ્તારમાંથી ત્રણેય આંતરરાજ્ય તસ્કરોને ઝડપી લીધા હતા. શીકલીગર ગેંગની આ ત્રિપુટીએ પોલીસ સમક્ષ દિલ્હી, અને મધ્યપ્રદેશની અનેક ચોરીની કબૂલાત આપી હોવાનું સામે આવ્યું છે.

રાત્રે ચોરીને અંજામ આપતા હતા દિવસના સમયે બંધ મકાનોની રેકી કરી રાત્રીના સમયે ચોરીને અંજામ આપતી મધ્યપ્રદેશના ઇંદોરની વતની શીકલીગર મોરબીમાં ગુન્હાના ઇરાદે ઘુસી આવી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રણછોડનગર ખાતેથી શીકલીગર ગેંગના આરોપી સમીતસિંહ સોનારસિંગ ટકરાના, હરપાલસિંહ હરજીતસિંહ બરનાલા અને બલવીરસિંગ પ્રેમસિંગ કલાની નામના ખૂંખાર આંતરરાજ્ય તસ્કરને દબોચી લઈ પૂછતાછ કરતા અનેક ચોરીના ભેદ ખુલ્યા છે.

Also read:મોરબીમાં ભાજપમાં ઉકળતો ચરૂ, ધારાસભ્ય અમૃતિયા અને અજય લોરિયા આમને સામને

આરોપીઓ પર અનેક ગુના પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મધ્યપ્રદેશના ઈંદોરના વતની શીકલીગર ગેંગના ત્રણેય આરોપીઓએ મધ્યપ્રદેશ દિલ્હી,છતીસગઢ તથા ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઘરફોડ ચોરીઓના ગુનામાં પકડાઇ યુકેલ હોવાનું તેમજ અનેક ગુનાઓમાં નાસતા ફરતા હોવાનુ સામે આવ્યું હતું. સાથે જ મોરબી રણછોડનગર વિસ્તારમાં દીવસના રેકી કરી રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરવા આવ્યા હોવાનું પણ કબુલતા એલસીબી ટીમે આરોપીઓની ધરપકડ કરી મધ્યપ્રદેશ રાજ્યના ઇંદોર પોલીસનો સંપર્ક કરી આરોપીઓની ધરપકડ અંગે જાણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button