શંકરસિંહ વાઘેલા ફરી આવશે મેદાનમાં, આ તારીખે નવી પાર્ટીની કરશે રચના…
અમદાવાદઃ ગુજરાતના રાજકારણને (Gujarat Politics) લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ (shankarsinh Vaghela) ફરી રાજકીય ઈનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 22મી ડિસેમ્બરે તેઓ નવી પાર્ટીની રચના કરશે. આજે ગાંધીનગર ખાતે જુના સમર્થકો સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો પક્ષ રહેશે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ 2017માં જન વિકલ્પ મોરચાની સ્થાપના કરી હતી.
આ પણ વાંચો : બિઝનેસ ક્લાસની ટિકિટ હોવા છતાં પેસેન્જરને ઈકોનોમી ક્લાસ બેસાડ્યો! શક્તિસિંહના એર ઇન્ડિયા પર આરોપ
થોડા સમય પહેલા અમિત શાહ સાથે કરી હતી મુલાકાત
થોડા સમય પહેલાં ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટિંગ યોજાઈ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ શરૂ થઈ હતી. મુલાકાતને લઈને શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘આ માત્ર એક શિષ્ટાચાર મુકાલાત હતી, અમે સાથે મળીને ચા-પાણી કર્યા અને ઘણી વાતો કરી હતી.
1996 માં ભાજપમાંથી અલગ થયા બાદ શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી, બાદમાં તેનું કૉંગ્રેસમાં વિલનીકરણ કરી દીધું હતું. કૉંગ્રેસથી અલગ થયા બાદ તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ‘જનવિકલ્પ’ સાથે જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં વાઘેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-2021માં ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી પહેલાં તેમણે કૉંગ્રેસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : મનસુખ વસાવાનો ‘લેટર બોમ્બ’: નેતાઓ પ્રજાને બદલે કોન્ટ્રાક્ટના કામમાં રહે છે વધુ રચ્યાપચ્યાં
રાજનીતિક જીવનમાં લગભગ ગોલ્ડન જયુબિલી પસાર કરી ચૂકેલા ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રી શંકરસિંહ લક્ષ્મણ સિંહ વાઘેલાની રાજનીતિક જિજીવિષા હજુ ખતમ થતી નથી દેખાતી.