આપણું ગુજરાત

વિકાસ કામોમાં ગુણવત્તા ન હોવાની મુખ્ય પ્રધાનની ટકોર તંત્ર માટે શરમજનક

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં રસ્તાની ગુણવત્તા સહિતના મુદ્દે અનેક વખત કોર્પોરેશન સામે આંગળીઓ ચિંધાતી હોય છે. એકવાર રસ્તા બની ગયા બાદ ગટર તથા પાણીના પ્રશ્ર્નોને લઈને રસ્તા ખોદી નાંખવામાં આવતા હોઈ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આ બાબતોને ધ્યાને લઈ મુખ્ય પ્રધાન દ્વારા એક કાર્યક્રમમાં અધિકારીઓને રસ્તાની ગુણવત્તાને લઈને ટકોર કરી હતી. જેને લઈને વિપક્ષી નેતાએ સત્તાધારી પક્ષ અને વહીવટી પાંખ સામે આક્ષેપ કરતા મુખ્ય પ્રધાનની ટકોરને તેમના માટે શરમજનક બાબત ગણાવી હતી.

અમદાવાદ મનપાના વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મનપા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ડેવલપમેન્ટના તથા પ્રોજેક્ટોના કામો કરવામાં આવે છે. આ કામોમાં ગેરરીતિ-ભ્રષ્ટાચાર થવાને કારણે કામોની યોગ્ય ગુણવત્તા જળવાતી નથી. માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની નીતિને કારણે અમદાવાદ શહેરમાં અમદાવાદ મનપાનો ટ્રેક રેકોર્ડ ખરડાયો છે.

છેલ્લા કેટલાય સમયથી રોડ, ડ્રેનેજ, બ્રિજ જેવા વિવિધ પ્રોજેકટોના કામમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર થયાનું ઉજાગર પણ થયું છે.

રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા એક કાર્યક્રમમાં અમદાવાદ મનપાના શાસકો તથા વહીવટી તંત્રને ટકોર કરી છે કે, વિકાસ કામોમાં ગુણવત્તા જળવાતી નથી. વિકાસ કામો કરવા બાબતે વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન નથી. જેને કારણે વિકાસ કામોમાં કરેલો ખર્ચ વ્યર્થ જાય છે. આજે રોડ બને અને થોડા દિવસ પછી ડ્રેનેજ કે વોટર વિભાગ દ્વારા યોગ્ય સંકલનના અભાવે નવો બનાવેલો રોડ ખોદવામાં આવે છે. જેથી તે રોડ ઉબડખાબડ બની જાય છે.

આ બાબતને ગંભીરતાથી વિચારતા રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા આડકતરી રીતે અમદાવાદ મનપાના વિવિધ પ્રોજેકટોના વિકાસ કામોમાં કવોલિટી જળવાતી નથી તેમ સ્પષ્ટ જણાવ્યું છે. જે અમદાવાદ મનપાના ભાજપના શાસકો તથા વહીવટીતંત્ર માટે શરમજનક બાબત છે. આ વાત કૉંગ્રેસ પક્ષ અનેક વાર ગાઈ વગાડીને કહેતો આવ્યો છે, તે બાબતને મુખ્ય પ્રધાન દ્વારા પુષ્ટિ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker