આપણું ગુજરાત

દિવાળી ટાણે રાજ્યમાં SGSTની તવાઈ: 3.28 કરોડની કરચોરી ઝડપી

અમદાવાદઃ દિવાળી પર્વના ટાળે ગુજરાતભરમાં જીએસટી વિભાગે બિલ વગર માલ વેચનારા સામે તવાઈ બોલાવી છે. SGST દ્વારા અમદાવાદ, સુરત, અમરેલી, ભાવનગર અને કલોલના ફટાકડા, આઈસ્ક્રીમ અને કપડાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. બિલ વિનાના વેચાણો કરતા વેપારીઓને ત્યાં દરોડા દરમિયાન તેમની પાસેથી રૂ. 3.28 કરોડની GST ચોરી ઝડપાઈ છે. આરોપીઓ તહેવાર ટાણે બિલ વિના મોટા પાયે ફટાકડાનું વેચાણ કરી કર ચોરી કરતા હતા.

બિલ વગર ગ્રાહકોને માલ વેચી કરચોરી કરતા ભાવનગરમાંથી ફટાકડાના વેપારીની 1.72 કરોડની કરચોરી પકડી પાડી હતી. સુરતના વેપારીઓના 41 લાખના બિનહિસાબી વ્યવહાર પકડાયા હતા. ગાંધીનગરમાંથી કપડાના વેપારીઓના 85 લાખના ગોટાળા મ‌ળ્યા હતા. જ્યારે અમરેલીમાંથી આઈસક્રીમના વેપારીના 30 લાખ વ્યવહાર મળ્યા હતા. આ વેપારીઓ પકડી તેમની સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Also Read – ગુજરાતમાં બેવડી ઋતુની મોસમ: બે શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર…

કલોલ બજારમાં GST વિભાગના દરોડા:
દિવાળી તેમજ અન્ય તહેવારોમાં કલોલના બજારોમાં અમદાવાદ, મુંબઇ, સુરત સહિતના શહેરોમાંથી કાપડ તેમજ અન્ય મટીરીયલ મોટાપાયે આયાત કરવામાં આવે છે, પરંતુ આ માલ પર કાયદેયસર GST નંબરવાળા બીલો નહી આપી GSTની મોટા પાયે ચોરી કરવામાં આવતી હોવાની GST વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી.

GSTના કાયદાનો ભંગ કરી મોટા પ્રમાણમાં GST વગરના બિલોવાળો માલ ખરીદી તેમજ વેચાણ કરી GST ચોરી કરવામાં આવે છે તેવી બાતમીના આધારે GST વિભાગ અધિકારીઓ દ્વારા થોડા દિવસ પહેલા કલોલ શહરેમાં કાપડના શો રૂમ અને દુકાનો ધરાવતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. કલોલના બજારમાં મોટા પાયે વેચાણ કરવામાં આવતા માલ અમદાવાદ સહિતના બજારોમાંથી લાવવામાં આવ્યો છે તે માલના બિલો GST સાથે બનાવવામાં આવ્યા છે કે નહીં તેની GST ઓફિસરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button