આપણું ગુજરાત

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાત હજાર લોકો રન ઓફ યુનિટીમાં દોડ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી.

સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામાં આવી હતી. આ દોડ કુલ ૪.૨ કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકો જોડાયા હતા.

દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાનાં મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker