આપણું ગુજરાત

Gujarat માં છેલ્લા બે કલાકમાં સાત તાલુકામાં વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની અગાહી કરવામાં આવી છે. ત્યારે આજે શુક્રવારે સવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં સવારના બે કલાકમાં રાજ્યના સાત તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. રાજ્યંમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં 27 મીમી વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 124 ટકી વરસાદ વરસી ગયો છે.

આજે શુક્રવારે સાત તાલુકામાં હળવો વરસાદ

આજે શુક્વારે રાજ્યના દાહોદ, સુરત, તાપી, વલસાડ અને મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં સવારે છથી આઠ વાગ્યા સુધીના બે કલાકમાં રાજ્યના સાત તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં ઓલપાડમાં ત્રણ મિમી, ગરબાડામાં બે મિમી જ્યારે ઝાલોદ, ધાનપુર, વલસાડ, ઉચ્છલ અને ખાનપુરમાં એક-એક મિમી વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ
 
ગુજરાતમાં આજે શુક્રવારે સવારે છ વાગે પુરાથતા છેલ્લા 24 કલાક દરમિયાનમાં રાજ્યંના 34 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ચીખલીમાં 27 મીમી, સુબિરમાં 26 મીમી, વઘઇમાં 24 મીમી, ગણદેવીમાં 22 મીમી, ડોલવણમાં 16 મીમી, ડાંગમાં 16 મીમી, ધરમપુરમાં 13 મીમી, વ્યારામાં 12 મીમી અને કપરાડામાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 23 તાલુકામાં એક મિમીથી નવ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.

આજ રોજ હળવા વરસાદની આગાહી

આજ રોજ અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અમુક સ્થળોએ  વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે…