(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે આ વર્ષે પણ ફ્લાવર શૉ યોજાશે. ૧લી જાન્યુઆરીથી ૧૪મી જાન્યુઆરી સુધી યોજાનારા આ ફ્લાવર શૉ માટે સાત લાખ ફૂલોનો સમાવેશ કરાશે. તેમાં ચાર અલગ-અલગ નર્સરીમાંથી ફૂલો આવી રહ્યા છે.
રાજ્ય બહારના અંદાજિત બે લાખ જેટલા ફૂલછોડ અત્યાર સુધીમાં લાવી દેવામાં આવ્યા છે. હજુ પણ બીજા પાંચ લાખ જેટલા ફૂલછોડ લાવવામાં આવશે. શહેરમાં રંગબેરંગી ફૂલોથી થીમ તૈયાર કરાશે. ઇન્ટરનેશનલ કક્ષાનો ફ્લાવર શૉ કરવા તૈયારીઓ શરૂ થઇ રહી છે. જેમાં ૮૦૦ પ્રકારના છોડ તથા બુક સ્ટોર પણ આ વખતે આકર્ષણનું કેન્દ્ર હશે. ફ્લાવર શૉની જનરલ એન્ટ્રી ૫૦ રૂપિયા નક્કી કરાઇ છે. તથા ૧૨ વર્ષ સુધીના સ્કૂલના બાળકોની એન્ટ્રી ફ્રી હશે.
શનિ અને રવિવારે ૭૦ થી ૭૫ રૂપિયા એન્ટ્રી ફી હશે. દરમિયાન અમદાવાદમાં વધી રહેલા પ્રદુષણને રોકવા માટે મિસ્ટ મશીન લાવવામાં આવશે. અમદાવાદની ગણતરી ગુજરાતના સૌથી વધુ પ્રદૂષિત શહેરમાંથી થાય છે. વાહનોના ધુમાડા, ફેક્ટરીઓના ધુમાડાના લીધે હવાનું પ્રદૂષણ વધારે થાય છે. ત્યારે ૧૦ કરોડના ખર્ચે કોલ્ડ મિસ્ટ મશીન આગામી દિવસોમાં લાવીને પાણીનો છંટકાવ કરવામાં આવશે. આ મિસ્ટ મશીન હવાના પ્રેશરથી પાણીના ફુવારા દૂર સુધી ઉડાડે છે. હવામાં તરતા રજકણો પાણીના છાંટામાં ચોટી જાય છે અને જમીન પર આવે છે, જેના લીધે હવા શુદ્ધ બને છે. ઉ
