ખેડબ્રહ્મા-વડાલી હાઈવે રોડ પર ગંભીર અકસ્માત; 2ના મૃત્યુ
ખેડબ્રહ્મા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વડાલી રેલ્વે ફાટક નજીક એકમાત સર્જાયો છે. અ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ થયાના અહેવાલો છે.
આ પણ વાંચો…Gujarat ફરી વધશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી આ આગાહી
પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠામાં વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. અ દુર્ઘટના વડાલી રેલ્વે ફાટક નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા 2 લોકોના મૃત્યુ થયા છે. જયારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, પોલીસની નેમ પ્લેટ વાડી કારને અકસ્માત નડ્યો છે.
અકસ્માતની જાણ થતાની સાથે જ વડાલી પોલીસ સ્ટાફ ધટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતકો મુળ બનાસકાંઠાના હોવાનુ સામે જાણવા મળ્યું છે. પોલીસે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. કારમાં સવાર 3 લોકોમાંથી એકપણ વ્યક્તિ પોલીસમાં ન હોવાની પ્રાથમિક વિગતો મળી હતી.