Junagadh હાઇવે પર ગંભીર અક્સ્માત, સાત લોકોના કરૂણ મોત

જૂનાગઢઃ ગુજરાતમાં રોડ અકસ્માતોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે જૂનાગઢના(Junagadh) માળિયા હાટીયા નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. જેમાં સાત લોકોના કરુણ મોત નિપજ્યા છે. મૃતકોમાં પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ હોવાની પણ પ્રાથમિક માહિતી મળી છે.
એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં આગ લાગી ગઇ હતી. કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો. જેના કારણે રોડની સાઇડમાં રહેલાં એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં સાતથી વધુ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક રહીશો અને આસપાસમાંથી લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.
Also Read – Accident: ગાંધીનગરમાં ટ્રકની પાછળ ઘૂસી ગઈ કાર, પતરાં ચીરીને બહાર કાઢવામાં આવ્યા મૃતદેહ
ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગતા ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અકસ્માતમાં સાતમાંથી પાંચ વિદ્યાર્થીઓ છે. જે કેશોદની આજુબાજુના ગામના છે અને ગડુ મુકામે પરીક્ષા આપવા જતાં હતા. જ્યારે બે મૃતકો જાનુડા ગામના છે. સાતેયને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.