આપણું ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળની મોકૂફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર, જાણો વિગત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લોકસભા ચૂંટણીને કારણે તાજેતરમાં પરીક્ષા (GSSSB Exam) મોફૂક રાખવામાં આવી હતી. હવે આ જુનિયર ક્લાર્ક સહિતના કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વની અપડેટ સામે આવી છે. GSSSBએ મોફુક રાખેલી પરીક્ષા (GSSSB Exam) ને લઈ નવી તારીખોની જાહેરાત કરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ મોકૂફ રાખેલી પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ તારીખ 11, 13, 14, 16, 17 અને 20 ના રોજ આ મોકૂફ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરીક્ષાના કોલલેટર (પ્રવેશ પત્ર) આજે સાંજે 6:00 કલાક થી પરીક્ષા દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group-A and Group-B Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને અગાઉ તા. 20, 21, 27 અને 28 એપ્રિલ તથા 4 અને 5 મે ના રોજ સ્થગિત કરવામાં આવી હતી.

જો કે હવે આ પરીક્ષા તારીખ 11/5, 13/5, 14/5, 16/5, 17/05 અને 20/5 ના રોજ 4 શીફ્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. અગાઉની જાહેરાત પ્રમાણે ઉમેદવારોએ નવા કોલલેટર તા. 8/5/2024 ના રોજથી ડાઉનલોડ કરવાના હતા પરંતુ મળતી જાણકારી અનુસાર મંડળ દ્વારા કોલલેટર આજે સાંજે 6:00 કલાકથી ડાઉનલોડ કરી શકાશે. આ પરીક્ષા ગ્રુપ A તથા ગ્રુપ B ના પરીક્ષાર્થીઓ માટે આયોજન કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button