ગુજરાતના દાંતા અને ખેડબ્રહ્મા પાસે નદીમાં ફસાયેલા 17 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું...
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતના દાંતા અને ખેડબ્રહ્મા પાસે નદીમાં ફસાયેલા 17 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું…

ગાંધીનગર : ગુજરાત અને ઉપરવાસમાં સતત થઈ રહેલા વરસાદના લીધે અનેક ડેમોમાં પાણીની આવક વધી છે. તેમજ ડેમના ગેટ ખોલીને નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યા છે. જેના પગલે બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં આઠ લોકો ફસાયા હતા. જે અંગેની જાણ થતા જ એસડીઆરએફની ટીમે તેમનું રેસ્ક્યુ કર્યું હતું.

એનડીઆરએફએ ખેડબ્રહ્માના રતનપુરથી 9 લોકોનું રેસ્ક્યુ કર્યું
જયારે ખેડબ્રહ્માના રતનપુર નજીક સાબરમતી નદીના પૂરના પાણીમાં 2 પુરુષ, 4 મહિલા અને 3 બાળકો સહીત કુલ 9 લોકો ફસાયા હોવાની વિગતો મળી હતી. આ વિગતો એનડીઆરએફને મોકલાતા ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે ભારે વરસાદને પગલે વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી નદી, નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કર્યો છે.

209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના 209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડા તાલુકામાં 10 ઈંચ, પોશીના,ધરમપુર તાલુકામાં 6 -6 ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં 4-4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

15 તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર સવારે છ કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ, સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ 15 તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.

આ પણ વાંચો…ગુજરાતમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો, આજે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button