PM-JAY યોજનાનું ખાનગી હોસ્પિટલમાં દ્વારા આચરવામાં આવતું કૌભાંડ સામે આવ્યું
રાજકોટ: રાજકોટ શહેર ખાતે શહેરના 80 ફૂટ રીંગ પાસે આવેલ પુનિત નગરના ટાંકા નજીક આવેલ આયુષ્યમાન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ દ્વારા દર્દી સાથે PMJAY યોજના અંતર્ગત ગેરરીથી થયાનું બહાર આવ્યું છે.
વિગત અનુસાર ગત 6 તારીખે દાખલ થયેલ દર્દીની હોસ્પિટલ દ્વારા 4 તારીખે દાખલ તારીખ દેખાડવામાં સાથે ઝાડા અને ઉલ્ટી જેવા સામાન્ય કેસમાં દર્દીને આઇસીયુ અને વેન્ટિલેટર જેવી સારવાર આપવામાં આવી છે. લખી આપવામાં આવ્યું છે. ફાઇલમાં,દર્દીના પરિવારજનો દ્વારા સમગ્ર કૌભાંડનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.આયુષ્યમાન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા આચરેલ કૌભાંડનો પર્દાફાશ કરવા દર્દીના સગા દ્વારા મીડિયા સમક્ષ પુરાવા રજુ કરી તંત્ર પાસે ન્યાયની માંગ કરવામાં આવી હતી.
ખરેખર સારા આશયથી શરૂ કરાયેલી પીએમ જે એ વાય યોજના અમુક ડોક્ટરોને કારણે ટીકાપાત્ર બને છે.સરકારે આ અંગે કડક પગલાં ભરી અને દાખલો બેસાડવાની જરૂર છે તેવું લોકો ચર્ચી રહ્યા છે.