અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝ

બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવાની આ ‘સરકારી તક’ ન ગુમાવશો, જાણો વિગતો…

અમદાવાદઃ કૉર્મસના સ્ટુડન્ટ્સ માટે બેંકિગ સેક્ટર ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ માત્ર કૉમર્સ નહીં અન્ય સ્ટ્રીમમાં અભ્યાસ કરતા યુવાનો પણ બેન્કિંગ સેક્ટરમાં કામ કરવા ઈચ્છતા હોય છે અને તેમાં પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈSBI) જેવી નેશનાલાઈઝ્ડ બેંકમાં કામ મળે તો શું જોઈએ. તો જો તમે પણ આવી સરકારી તક એટલે કે સરકારી બેંકમાં નોકરીની તકની રાહ જોઈ રહ્યા હો તો આ સમાચાર તમારી માટે જ છે.

આ પણ વાંચો : 2025 પહેલા સરકારી અધિકારીઓને લહાણી: રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 7 ટકાનો વધારો…

SBI એ ક્લાર્ક કેડરમાં જુનિયર એસોસિયેટની 13,000 થી વધુ જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ પદો માટે અરજીની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો, તો તમે SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકો છો. ધ્યાનમાં રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી છે. આ પહેલા તમારે અરજી કરવાની રહેશે.

કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ

SBI એ કુલ 13 હજાર 735 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે 5870 જગ્યાઓ છે. તેવી જ રીતે, OBC ઉમેદવારો માટે 3001 જગ્યાઓ ખાલી છે. SC ઉમેદવારો માટે 2118 પોસ્ટ માટે નોકરીઓ છે. ST માટે 1385 જગ્યાઓ પર ભરતી થવાની છે. 1361 પોસ્ટ EWS કેટેગરીના ઉમેદવારો માટે અનામત છે.

શિક્ષણ, ઉંમરના શું છે નિયમો

અરજી કરવા માટે તમારે સ્નાતકની ડિગ્રી મેળવવી જરૂરી છે. જે ઉમેદવારોએ કોઈપણ સંસ્થામાંથી સ્નાતક પાસ કર્યું છે અથવા હાલમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ છે તેઓ SBIમાં આ ભરતી માટે અરજી કરી શકે છે. ખાસ ધ્યાનમાં રાખો કે તમારે 31 ડિસેમ્બર 2024 પહેલા તમારી પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો 20 થી 28 વર્ષની વચ્ચેનો કોઈપણ ઉમેદવાર અરજી કરી શકે છે. ઉમેદવારનો જન્મ 2 એપ્રિલ, 1996 પહેલા અને 1 એપ્રિલ, 2004 પછી થયો ન હોવો જોઈએ. ST/SC ઉમેદવારોને નિયમો અનુસાર વયમાં છૂટછાટ મળશે.

પરીક્ષા માટે શરૂ કરી દો તૈયારી

આ નોકરી માટે અરજી કરનારાઓની સંખ્યા ઘણી વધારે હોય છે. તમારે માત્ર સ્નાતકની ડિગ્રી
જ નહીં, પણ આ પરીક્ષામાં પાસ કરીને પણ બતાવવું પડશે. અરજી કર્યા બાદ સૌ પ્રથમ ઉમેદવારોએ ઓનલાઈન પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર રહેવું પડશે. આમાં પાસ થનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા પાસ કરનારાઓએ સ્થાનિક ભાષાની પરીક્ષા આપવી પડશે, ત્યારબાદ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

ખાસ ધ્યાનમાં રાખો

આ પરીક્ષા દેશના અલગ અલગ રાજ્યમાં ભરતી માટે લેવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો અહીં કુલ 1073 પૉસ્ટ માટે ફરતી કરવાની છે. તમે માત્ર ગુજરાત નહીં ગમે તે રાજયમાં નોકરી માટે અરજી કરી શકો, પરંતુ તમારે માત્ર એક રાજ્યમાં નોકરી માટે જ અરજી કરી શકો છો. આ સાથે તમે જે પણ કોઈ રાજ્યમાં અરજી કરો છો ત્યાંની સ્થાનિક ભાષા વાંચતા, લખતા અને બોલતા તમને આવડવી જોઈએ.

આ પણ વાંચો : અમદાવાદથી આબુ ટ્રેનમાં જવાનું વિચારતા હો તો વાંચી લો મહત્ત્વની માહિતી

આ નોકરી માટે પહેલા ઑનલાઈન એક્ઝામ લેવાશે. તેમાંથી સિલેક્ટ થયેલા માટે ફાયનલ એક્ઝામ લેવાશે અને તેમાં પાસ થયેલાની સ્થાનિક ભાષામાં મૌખિક ટેસ્ટ-ઈન્ટરવ્યુ લેવાશે.

આ નોકરીમાં રૂ. 17,900 થી 47,000 સુધીની સેલરી મળે છે. તો જલદી કરો અરજી અને લાગી જાવ તૈયારી કરવા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button