વિધિની વક્રતાઃ ભાઈબીજના દિવસે પાંચ બહેનના ભાઈનું ચેકડેમમાં ડૂબી જવાથી મોત | મુંબઈ સમાચાર
સુરેન્દ્રનગર

વિધિની વક્રતાઃ ભાઈબીજના દિવસે પાંચ બહેનના ભાઈનું ચેકડેમમાં ડૂબી જવાથી મોત

અમદાવાદઃ ભાઈબીજના તહેવારે જ વિધાતાએ પાંચ બહેનો પાસેથી ભાઈ છીનવી લીધો છે. સુરેન્દ્રનગરના સાયલા ગામમાં માલઢોર ચરાવવા ગયેલો સગીર ચેકડેમમાં ગરકાવ થઈ ગયો હતો.

સાયલા ગામમાં રહેતા માલધારી પરિવારે ભાઈબીજના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. આથી ગોપાલ રૂપાભાઈ સભાડ નામનો પરિવારનો સગીર દીકરો ભેંસો ચરાવવા ગયો હતો. ભેંસોને પાણીમાંથી બહાર કાઢતા સમયે તે પ્રવાહમાં તણાઈ ગયો હતો. તેને આ રીતે ગરકાવ થતો જોતા ત્યાં હાજર બે છોકરાએ રાડારાડી કરી મૂકી હતી. ખેતરમાંથી લોકો દોડી આવ્યા હતા અને સગીરને બહાર કાઢવાની કોશિશ કરી હતી. જોકે સગીર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તરવૈયાઓની મદદથી ચાર કલાકની જહેમત બાદ મળ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવાર દોડ્યો હતો અને તેમના હૈયાફાટ રૂદને સૌને રડાવ્યા હતા. મૃતક ગોપાલ પાંચ બહેનો અને ત્રણ ભાઈઓમાંનો એક હતો. પોલીસે વધુ કામગીરી હાથ ધરી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button